*દેશી ટાર્જને ગાય ના ગવ્યોં ના સેવન થી 12 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. જેમાં એક દિવસમાં 30000 સપાટા દંડ મારવા નો મહા રેકોર્ડ મોખરે છે.*
આજના યુવાનો ના ખાવાનું ખાઈ છે બોડી બનાવવા અને ફિટ રહેવાના શોખ માં ઈંડા, નૉન્વેઝ વગેરે આરોગે છે. ત્યારે હરિયાણા ના પલવલ ના સંજયસિંહ પહેલવાન કે જેને આજે દુનિયા દેશી ટાર્જન ના નામ થી ઓળખે છે. તેઓ નાનપણ થી જંગલ માં રહી ગાય નું દૂધ , છાશ,દહીં,માખણ,ઘી, ખીર , ડ્રાય ફ્રુટ, ફળ તથા ગૌમૂત્ર નું નિયમિત સેવન કરી અખંડ બ્રહ્મચારી રહીને આખી દુનિયા ને હચમચાવી નાખી છે. તેઓ એ 12 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. જે તોડવા લગભગ અસંભવ છે. અર્જુન આંબલીયા સાથે વાત કરતા એણે જણાવ્યું કે દેશી ટાર્જન એ એક દિવસમાં 30000 સપાટા દંડ મારવા નો મહા રેકોર્ડ બનાવ્યો છે. ઘણી બ્રાન્ડેડ કંપનીઓ એ એને કરોડો રૂપિયા ની ઓફરો આપી છે. પણ એને ભારત ની સંસ્કૃતિ બચાવવા ઠોકર મારી દીધી આજે સમગ્ર વિશ્વમાં ભારત ની સંસ્કૃતિ અને ગૌમાતા ના ગવ્યોની શક્તિનો ડંકો વગાડ્યો છે.
ગુજરાતની છ કરોડ જનતા ને ખુલ્લી ચેલેન્જ છે કે સપાટા દંડ મારવામાં સંજયસિંહ પહેલવાન દેશી ટાર્જન ને કોઈ હરાવી ને બતાવે અમે તેને આકર્ષક ઈનામ આપીશું. વધુ માં જણાવ્યું કે આગામી 24 ફેબ્રુઆરી એ અમે દિલ્લી થી બાય ફ્લાઈટ કંડલા એરપોર્ટ પર આવીશું અને ત્યાં થી 24/25 તારીખના જુદા જુદા કાર્યક્રમો માં હાજરી આપીશું. અમારું સપનું છે કે ભારત ના યુવાનો નિર્વ્યસની બને , મજબૂત બને અને આપણાં દેશ ની સંસ્કૃતિ નું જતન કરે.

