Gujarat

ગીરગઢડાના હરમડિયા ગામે યુવાનની હત્યા કરનાર આરોપીને કોડિનાર કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર..

ગીરગઢડાના હરમડિયા ગામે થયેલ હત્યાના આરોપીને તાલાલા-સાસણ રોડ પરથી જીલ્લા એલ.સી.બી. ટીમે ઝડપી પાડયો હતો. અને જે આજે રીયલ સર કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીને હરમડિયા ખાતે લાવવામાં આવેલ હતો. અને ત્યાં કઈ રીતે હત્યા કરવામાં આવી તે સ્થળ તપાસ કરવામાં આવી હતી. પોલીસે આરોપી રાજ ગંગદેવને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થતાં કોડિનાર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ગીરગઢડાના હરમડીયા ગામે રહેતા ગંભીરસિંહ ઉર્ફે રૂત્વિક ધીરૂભાઇ ખસીયા તથા હાર્દીક ધીરૂભાઇ ખસીયા નામના બે સગા ભાઇઓ સાથે એજ ગામના હર્ષ ઉર્ફે રાજા જીતુ ગંગદેવને માથાકુટ થયેલ હતી. જેમાં ગંભીરસિંહ ઉર્ફે રૂત્વિક તથા હાર્દિક બન્ને ભાઈઓ ઉપર હર્ષ ઉર્ફે રાજા એ લાકડી તેમજ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીરસિંહ ઉર્ફે રૂત્વિકને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યુ હતું. અને હાર્દિકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ઉના હોસ્પીટલમાં બાદ જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતો. આ બાબતે કોડીનાર પોલિસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ 302, 307, 504, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે.
મરણજનાર ગંભીરસિંહ ઉર્ફે રૂત્વીકને આરોપી હર્ષની બહેન સાથે સાતેક વર્ષ પહેલા પ્રેમસબંધ હોય બાદમાં તે બાબતે સમાધાન થયેલ હોય પરંતુ તેનો રાગદ્વેષ રાખી ગુરૂવારે સવારે હરમડીયા મેઇન બજારમાં આરોપી હર્ષ ઉર્ફે રાજાએ હાર્દિકને ગાળો દીધેલ હોય જે બાબતે હાર્દિક તથા તેનો ભાઇ ગંભીરસિંહ ઉર્ફે રૂત્વિક બાઈક લઇને હરમડીયા મેઇન બજારમાં આવેલ હર્ષની દુકાને સમાધાન માટે ગયેલ હોય ત્યારે હર્ષે દુકાનમાંથી લાકડાનો ધોકો તથા છરી કાઢી ગંભીરસિંહ ઉર્ફે રૂત્વિક તથા હાર્દિક બંને ભાઇઓને આડેધડ છરીના ઘા મારી ગંભીરસિંહ ઉર્ફે રૂત્વિકનું મોત નિપજાવ્યું તેમજ હાર્દિકને ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

IMG-20240127-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *