Gujarat

વિસાવદર લોહાણા મહાજન સમાજના પ્રમુખ તરીકે શાંતિભાઈ ગણાત્રાની બિન હરીફ વરણી

વિસાવદર લોહાણા મહાજન સમાજના પ્રમુખ તરીકે શાંતિભાઈ ગણાત્રાની બિન હરીફ વરણી

ગત તા.૧૩-૨-૨૦૨૪ ના રોજ શ્રી લોહાણા મહાજનની એક સામાન્ય સભા, વિસાવદર લોહાણા મહાજન વાડી ખાતે મળેલ. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે શાંતિભાઈ ગણાત્રાની વરણી કરવામાં આવેલ.
આશરે ૯૦ થી વધારે રઘુવંશીઓની ઉપસ્થિતિ વચ્ચે શાંતિભાઈ ગણાત્રાની દરખાસ્ત અતુલભાઇ છગ એ મુકતાં ઉપસ્થિત તમામ રઘુવંશી ભાઈઓએ દરખાસ્તને સ્વીકારી તાલીઓના ગડગડાટ અને જય જલારામના જય ઘોષ સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવેલ.
શ્રી ગણાત્રાની વરણી થતાં વિસાવદર તાલુકાના રઘુવંશી સમાજ તેમજ યુવાનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાયેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં અગાઉ નવ વર્ષ (ત્રણ ટર્મ ) સુધી શ્રીગણાત્રાએ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. અને એ સમયગાળા દરમિયાન તેઓશ્રીએ લોહાણા વાડીમાં સુધારા વધારા સાથે સુવિધાઓ ઉભી કરી પ્રશંસા મેળવેલ. આમ ભૂતકાળની તેમની મહત્વની સેવાઓને ધ્યાને લઈ વિસાવદરના લોહાણા સમાજે ફરી એક્ ટર્મ સેવા આપવા વિનંતી કરેલ. પ્રત્યુતરમાં શ્રી ગણાત્રાએ વિનંતીનો સ્વીકાર કરી પ્રમુખ તરીકેની સેવા સંભાળવા તૈયારી બતાવી. ત્યારે ઉપસ્થિત રઘુવંશીઓએ સર્વાનુમતે તેમની ત્રણ વર્ષ માટે ઉત્સાહ સાથે વરણી કરેલ.
શ્રી ગણાત્રા દેવમણિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિસાવદરના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ પત્રકાર એકતા પરિષદ વિસાવદરના પ્રમુખ છે. તેમજ અંધ વિદ્યાર્થી ભુવન વિસાવદર, શ્રી ગોવર્ધનજી હવેલી વિસાવદરના ટ્રસ્ટી તરીકે અને કો.કો.બેંક જુનાગઢ (વિસાવદર શાખા) ના ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. શ્રી ગણાત્રાની લોહાણા મહાજન સમાજના પ્રમુખ પદે વરણી થતાં તેમના બહોળા મિત્ર સમુદાય દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.

રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર

IMG-20240214-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *