Gujarat

દાંતા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર નો ગામ જનોએ કર્યો ઘેરાવ

*સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના ગામજનોએ લગાવ્યા આક્ષેપો*
*વારંવાર દર્દીઓને પ્રાઈવેટ માં રિફર કરી દેતા ગ્રામજનોએ કર્યો વિરોધ*
દાંતા તાલુકો વનવાસી વિસ્તાર ધરાવતો તાલુકો ગણાય છે જેમાં દાતા ખાતે રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેમાં આજુબાજુના મોટા પ્રમાણમાં ના ગામડાઓ દાંતા ખાતે પોતાના સ્વાર્થ લાગતા સુવિધા લેવા માટે દાંતા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવે છે. દાંતા તાલુકા વિસ્તારમાં એક માત્ર મોટું સેન્ટર દાંતમાં આવેલું છે. જેમાં આજે દાંતા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સ્વાસ્થ્ય સાથે ચેડાં બાબત ગામજનોઈએ વિરોધ કર્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને સંતોષકારક સેવા મળતી ન હોવાના ગામ જનોએ લગાવ્યા આક્ષેપો સિવિલ સુપ્રિટેન્ડન્સ પણ ગાયનેક સર્જન હોય પોતે ઓપરેશન કરતા નથી. સ્ટાફ નર્સ અને બ્રધર દ્વારા નોર્મલ ડિલિવરી કરાવતા હોય ડોક્ટરો પોતે લેબર રૂમમાં પણ જતા નથી અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય છે તે ઉપરાંત આવતા દર્દીઓને પ્રાઈવેટ માં રિફર કરી દેતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. અને ગામ જનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં દર્દીઓને યોગ્ય સુવિધા અને સારવાર નહીં મળે તો આવનારા સમયમાં અમે ગ્રામજનો કરીશું હોસ્પિટલમાં ધારણા પ્રદર્શન

IMG_20240205_115706.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *