Gujarat

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દિલ્હી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન ચલાવશે

મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને દિલ્હી વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 04006/04005 બાંદ્રા ટર્મિનસ દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ (8 ટ્રીપ્સ)

  • ટ્રેન નંબર 04006 બાંદ્રા ટર્મિનસ દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી 6, 8, 10 અને 12 જૂન, 2024ના રોજ સવારે 4.00 કલાકે ઉપડશે. તે બીજા દિવસે સવારે 6.00 કલાકે દિલ્હી પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 04005 દિલ્હી-બાંદ્રા, ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દિલ્હીથી 4, 6, 8 અને 10 જૂન, 2024ના રોજ 23.50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 1.55 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
  • આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 3 ટાયર કોચ હશે.
  • ટ્રેન નંબર 04006નું બુકિંગ 5.06.2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.