Gujarat

તમને શું ખબર હોય ? બાપુજી અમેતો આજે સાંજે હર્ષના ફ્રેન્ડ સાથે હોટેલમાં જમવા જવાના, એટલે તમને બપોરનું થોડું ભોજન ગરમ કરી આપીશ.

: લાઘવિકા :
તમને શું ખબર હોય ?
બાપુજી અમેતો આજે સાંજે હર્ષના ફ્રેન્ડ સાથે હોટેલમાં જમવા જવાના, એટલે તમને બપોરનું થોડું ભોજન ગરમ કરી આપીશ. આમેય તમે સાંજે કયા વધારે જમા છો ? પુત્રવધુની વાત સાંભળી બાપુજી એ માથું હલાવી હા ભણી.સાંજનો સમય થતાં તૈયાર થવામાં પરીવાર ને સમય વિત્યો એટલે ફ્રેન્ડ સર્કલ આવી પહોચ્યું હર્ષના ઘેર.ઉતાવળમાં પુત્રવધૂ બોલતા ગયા “એ બાપુજી શાક ગરમ થવા મૂક્યું છે ઉતારી લેજો” કહેતા સૌ વાતોમાં પરોવાયા અને પોતપોતાની ગાડીમાં ગોઠવાયા.પાછા ફરતાં હર્ષે નાનકડા ભૈલુને તેડયો હતો અને પુત્રવધૂના હાથમાં ફૂડ પેકેટનું પાર્સલ.દરવાજો ખટખટાવ્યો,બાપુજી એ દરવાજો ખોલ્યો.”કેમ બેટા ત્યાં ન જમ્યા ?” આ પેકેટ….બાપુજી એ તો ભૈલું ઊંઘી ગયો છે એટલે એમના માટે લાવ્યાં છીએ.જગાડીને હું હમણાં જ દૂધ કે ફૂડ પેકેટ માંથી ખવડાવી દઉ. બાપુજીનો અંતરાત્મા કકળ્યો “બેટા આ બાળક ભૂખ્યા સૂઈ જાય એ નહી સારું” અને આ વળી આવું ખાવાનું ? નમાલી પેઢી થઈ રહી છે.પુત્રવધૂએ વચ્ચે અટકાવી સૂર પૂર્યો “બાપુજી તમે ટકટકાટ બંધ કરો”અમે ફ્રેન્ડ સર્કલ સાથે ન જઈએ તો અમને “ઘર કૂકડા” ગણે.”કંજૂસ કહે”.”ગામડિયા કહે” તમારા જમાનાને અમારે સાંભળવો નથી.તમને શું ખબર હોય ? બાપુજી સ્તબ્ધ બની ગયા.સવાર પડતા વિચારોના વમળમાં ફરી બીજી સાંજે જાણ્યુંકે આજે ભૈલું નો જન્મ દિવસ હોય વિશ કરવા સાંજે સૌ આવશે.ફરી પુત્રવધૂએ પ્રસ્તાવ રજૂ કર્યો કે “બાપુજી આજે તમને ભૈલુ કેક ખવડાવશે.તમે તેને”.તમને ગળ્યું તો વધારે પસંદ છે.પછી તમારે જમવું નહી પડે બરાબર ને ? અને એમ જ થયું. કેક પાર્ટી પછી હર્ષ તરફથી નામાંકીત હોટલ માં ફાસ્ટ ફૂડ લેવા સૌ રવાના થયા.બાપુજીના વિચારો ઊંઘમાં ઢંકાયા.સવાર થતાં બાપુજી એ જોયું તો ડોક્ટર સાહેબ ભૈલું ને તપાસી રહ્યા છે.અંતે જાણ થઈ કે ફાસ્ટ ફૂડના કારણે આ ગંભીર હાલત થઈ છે.વહેલી તકે હોસ્પિટલ પહોચાડો એવા ડોક્ટર સાહેબના બોલ સાંભળતા જ માતાથી બોલી જવાયું “બાપુજી હવે શું થશે “?
બાપુજી બોલ્યા “મને શું ખબર હોય ” ? બાપુજી અને સૌ એકીટચે એકમેક ને જોઈ રહ્યા.”ડોક્ટર સાહેબ ” …બાપુજીથી એટલું જ બોલાયું અને ગળે ડૂમો ભરાયો.

IMG-20240907-WA0116.jpg