આશરે ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ
ગુજરાત સરકારે રાજ્યના બાળકોના શ્રેષ્ઠ ભાવી માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમજ વિદ્યાર્થીઓ પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ખાતેની વલ્લભ વિદ્યાલય ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને રોજગાર કચેરી રાજકોટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલય અને શ્રી વલ્લભ કુમાર વિદ્યાલયના ધોરણ ૯ થી ૧૨ના એમ કુલ મળીને આશરે ૬૯૦ વિદ્યાર્થીઓએ મેળવી કારકિર્દીને ઉજાગર કરવા ઉજ્જ્વળ ભવિષ્યનો માર્ગ બતાવવામાં આવ્યો હતો.
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની માહિતી આપી હતી. અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. અને સ્કૂલની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી.
આ તકે રોજગાર કચેરીના કરિયર કાઉન્સિલરશ્રી રાજેશભાઈ ચૌહાણે રામાયણના પાત્રો વિશે ઉદાહરણ આપીને બાળકોને વિવિધ જ્ઞાન અંતર્ગત પોતાના જીવનની કારકિર્દી ઘડવા માટે માહિતગાર કર્યા હતા. ઉપરાંત, પોતાનામાં રહેલા કૌશલ્યને જાણીને એ દિશામાં આગળ વધવું જોઈએ. ઊપરાંત, એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.
રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસરશ્રી પ્રવીણભાઈએ વિદ્યાર્થીકાળમાં ઉપયોગી શિસ્તતા, એકાગ્રતા અને લક્ષ્ય તરફ હંમેશા વળગીને કામ કરવા સફળ મહાનુભાવોના ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.
તકે કુમાર વિધાલાયના આચાર્ય શ્રી હિતેન્દ્રભાઈ નારિયા, કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી જયશ્રીબેન સાવલીયા, બી.આર.સી.શ્રી વિજયભાઈ ગજેરા, બી.આર.પી.શ્રી આરતી માલવીયા, શિક્ષકશ્રીઓ સહિત મોટી સંખ્યા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.