Gujarat

ટંકારા રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર અથડાતાં ટ્રક સ્કૂલની દીવાલ તોડી અંદર ઘુસી

ટંકારા – રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા હાઈવે કાંઠે આવેલી ખાનગી શાળાની દીવાલ તોડી ટ્રક શાળાના મેદાનમા ઘુસી ગયો હતો.

સદનસીબે શાળાના પટાંગણમા વિદ્યાર્થીઓ કોઇ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. જો કે, ટ્રકમા ભરેલો લગેજ શાળા ના ગ્રાઉન્ડમા ચોતરફ વેરવિખેર થઈ પડતા ઘડીવાર તો અફરાતફરી મચી જવા પામી હતી.આ બનાવમા કાર હાઈવે પર પલટી મારી આડેપડખે થઇ જતાં થોડીવાર માટે હાઇવેની બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે,બનાવની જાણ થતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ક્લિઅર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.