દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક પ્લેન રનવે પરથી ક્રેશ થતાં ૧૮૧ લોકોનાં મોત થયાં હતાં. રોયટર્સ અનુસાર, આ દુર્ઘટના એ સમયે બની જ્યારે થાઈલેન્ડથી ઉડાન ભરી રહેલું જેજુ એરનું વિમાન ૧૭૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરોને લઈને એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્લેન રનવે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જાેવા મળે છે અને પછી ફેન્સિંગ સાથે અથડાય છે.
ટક્કર બાદ પ્લેનમાં જાેરદાર વિસ્ફોટ થાય છે અને તેના પાંખિયા તૂટી જાય છે. ટક્કર બાદ તરત જ પ્લેનમાં આગ ભભૂકી ઉઠે છે. યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. સાઉથ-વેસ્ટ કોસ્ટ એરપોર્ટ પર સ્થાનિક સમય મુજબ સવારે ૯ઃ૦૭ વાગ્યે આ ઘટના બની હતી. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સુંગ-મોકે રાહત અને બચાવ કામગીરીને ઝડપી બનાવવા સૂચના આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જાેઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.