એસ. જયશંકરની વ્હાઇટ હાઉસમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા
વિદેશ મંત્રી એસ જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. તેઓ ૨૯ ડિસેમ્બર સુધી અમેરિકામાં રહેવાના છે. તેમની મુલાકાત દરમિયાન જયશંકર મહત્વપૂર્ણ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. વિદેશ મંત્રીએ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સી (દ્ગજીછ)ના વડા જેક સુલિવાન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.
જયશંકરે આ મીટિંગ અંગે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે બુધવારે વોશિંગ્ટન ડી.સી. અમેરિકન દ્ગજીછ જેક સુલિવાનને મળીને આનંદ થયો. જયશંકરે ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. જયશંકરે ગુરુવારે ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓએ વર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. વિદેશ મંત્રી આવનારા ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ નેતૃત્વ સાથે પણ બેઠક કરે તેવી શક્યતા છે.
દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર જયશંકર વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન જયશંકર યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના કોન્સ્યુલ જનરલોની કોન્ફરન્સની અધ્યક્ષતા પણ કરશે. જયશંકર આ યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકન સમકક્ષ એન્ટોની બ્લિંકન અને આઉટગોઇંગ બિડેન વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ સભ્યોને મળવાના છે. જયશંકરની આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાત લીધી હતી અને ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો.
અમેરિકા અને ભારત વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત ચાલુ છે. એસ. જયશંકરની આ બેઠકના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે, તેમની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પ થોડા દિવસો પછી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ પ્રવાસ ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરશે.