એસ જયશંકરની ચેતવણી બાદ “કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત મુદ્દો છે, આ મુદ્દે UNSCના ઠરાવો હેઠળ ઉકેલ થવો જાેઈએ”
પાકિસ્તાન હવે પોતાની જ વાતથી પલટી ગયુ છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાન ગુસ્સામાં દેખાઇ રહ્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે હાલમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથે વાતચીતનો તબક્કો પૂરો થઈ ગયો છે, હવે તેમને તેની જ ભાષામાં જવાબ મળશે. હવે પાકિસ્તાને જયશંકરના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાને કહ્યું કે કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદિત મુદ્દો છે. આનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના ઠરાવો હેઠળ થવો જાેઈએ. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે આ અંગે નિવેદન આપ્યુ છે.
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે રવિવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો વિવાદ એકપક્ષીય રીતે ઉકેલી શકાય નહીં. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર વિવાદાસ્પદ છે. સુરક્ષા પરિષદના ઠરાવ અને કાશ્મીરના લોકોની ઈચ્છા અનુસાર આનો ઉકેલ લાવવો જાેઈએ. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે આ વણઉકેલાયેલા વિવાદનો ઉકેલ મહત્વપૂર્ણ છે. બલોચે કહ્યું કે પાકિસ્તાન કૂટનીતિ અને વાતચીત માટે પ્રતિબદ્ધ છે પરંતુ કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો સખત જવાબ આપશે.
ગયા શુક્રવારે દિલ્હીમાં આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જયશંકરે જમ્મુ અને કાશ્મીર માટે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેને ચેતવણી પણ આપવામાં આવી હતી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય. તેની સાથે વાટાઘાટોનો તબક્કો પૂરો થઈ ગયો છે. હવે તેને તેની જ ભાષામાં જવાબ મળશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદની નિકાસ કરે છે.
જયશંકરે કહ્યું કે આતંકવાદ અને મંત્રણા એક સાથે ન ચાલી શકે. જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે, ત્યાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી છે, તેથી મુદ્દો એ છે કે આપણે પાકિસ્તાન સાથે કેવા સંબંધ પર વિચાર કરી શકીએ, તો પાકિસ્તાનના દરેક સકારાત્મક અને નકારાત્મક પગલાની તેની જ ભાષામાં ચર્ચા કરવામાં આવશે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ દેશના અભિન્ન અંગ હતા, છે અને રહેશે.