Sports

પોઈન્ટ ટેબલમાં ફેરફારો, ચેન્નાઈ સુપર કિંગ્સની ટોપ ૪માં એન્ટ્રી

આઈપીએલ ૨૦૨૪માં મોટો ફેરફાર ૨૮ એપ્રિલના રોજ જાેવા મળ્યો, કારણ કે, ૨ મેચ સુપર સન્ડેના રોજ રમાઈ હતી. પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું વચ્ચે રમાઈ જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. પહેલી મેચ જેમાં આરસીબીએ જીત મેળવી છે.

જ્યારે બીજી મેચમાં સીએસકેની ટીમે બાજી મારી. ચેન્નાઈ સુપર કિંગ્સને આ જીતનો ફાયદો થયો છે અને ટીમ ફરીથી ટોપ-૪માં પહોંચી ગઈ છે પરંતુ આરસીબી અત્યારસુધી છેલ્લા સ્થાન પર હતી પરંતુ ટીમના ખાતમાં ૬ અંક આવી ગયા છે.

હાલમાં આઈપીએલ ૨૦૨૪ પોઈન્ટ ટેબલમાં એક કે બે નહિ પરંતુ પાંચ ટીમ એવી છે. જેમના ખાતામાં ૧૦-૧૦ અંક છે. એકમાત્ર ટીમ રાજસ્થાન રોયલ્સ છે. જેમના ખાતામાં ૧૬ અંક છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.

જાે ૧૦-૧૦ પોઈન્ટવાળી ટીમની વાત કરીએ તો આમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સનું નામ સામેલ છે, પરંતુ નેટ રન રેટ કેકેઆર,સીએસકે અને હૈદરાબાદનો સારો છે જે ટોપ-૪માં છે.

આઈપીએલ ૨૦૨૪ના પોઈન્ટ ટેબલમાં લખનૌ સુપર જાયન્ટસ અને છઠ્ઠા નંબર પર દિલ્હી કેપિટ્‌લસની ટીમ છે. સાતમાં નંબર પર ગુજરાત ટાઈટન્સ અને આઠમાં નંબર પર પંજાબ કિંગ્સ ૯માં સ્થાન પર મુંબઈ ઈન્ડિયન્સ અને સૌથી છેલ્લા સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું છે.

માત્ર આરસીબીની છોડીને તમામ ટીમ પાસે ૧૬ પોઈન્ટ મેળવવાની તક છે. જાે પોઈન્ટ ટેબલમાં આરસીબીની વધુ એક હાર થઈ તો ટીમના પ્લેઓફમાં જવાના રસ્તા બંધ થઈ જશે. ટૉપ-૬માં ટીમ પાસે આગળ વધવાના ચાન્સ વધુ છે.