27 જૂને ગુજરાતી ફિલ્મ ‘જલેબી રોક્સ’ રિલીઝ થઈ રહી છે. ચિન્મય પી. પુરોહિતે ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વંદના પાઠક, નિલેશ દિલીપરાય, માનવ ગોહિલ, ગૌરવ પાસવાલા, માનસી રચ્છ સહિતના કલાકારો છે.
ફિલ્મનું શૂટિંગ વડોદરા તથા પંજાબમાં કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો જાવેદ અલી તથા મનહર ઉધાસે ગાયા છે અને મ્યૂઝિક વિનય કાપડિયાએ આપ્યું છે. ફિલ્મનું ટીઝર 30 મે તથા ટ્રેલર 10 જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું.
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, ફિલ્મમાં વંદના પાઠકે 48 વર્ષીય વિદ્યા પાઠકનો રોલ પ્લે કર્યો છે. વિદ્યા પાઠક મહિલાઓના આદર-સન્માન તથા ધૈર્યને માને છે. તે કોઈ પણ ઉંમરે સપના પૂરા કરવા આતુર છે. તેના માટે ઉંમર બસ માત્ર આંકડો છે. ઉંમરને કારણે આ કામ થાય ને તે કામ ના થાય તે બાબતમાં તે સહેજ પણ વિશ્વાસ કરતી નથી.

