Gujarat

રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે નેત્રમણી-નેત્ર નિદાન કેમ્પ યોજાયો..

રાણપુર શહેરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે નેત્રમણી-નેત્ર નિદાન કેમ્પ યોજાયો..

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નેત્રમણી તેમજ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો સ્વર્ગસ્થ જતીનભાઈ શેઠ પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 107 દર્દીઓએ પોતાની આંખોનું નિદાન કરાવ્યું હતું જેમાંથી 20 દર્દીઓને મોતિયાના ઓપરેશન ની જરૂરત જણાતા તેઓને વિનામૂલ્યે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા માટે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,હોસ્પિટલના ડો.સુમન પુજારા,સ્ટાફના રાજેશભાઈ નારેચણીયા,શેફુદીનભાઈ,કાદરભાઈ કોઠારીયા સહિતના લોકોએ ભારે જેહમત ઉઠાવી હતી.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

IMG-20250304-WA0100-1.jpg IMG-20250304-WA0102-0.jpg