Gujarat

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પળાયું.

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પળાયું.

રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અધિકારીઓ-કર્મચારીઓએ દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને સ્મરણાંજલિ અર્પણ કરી. ભારતમાં દર વર્ષે તા.૩૦મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અંગ્રેજી શાસન સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદ વીરોની સ્મૃતિમાં રાષ્ટ્રીય શહીદ દિવસ ઉજવવામાં આવે છે. જે અન્વયે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ ખાતે સંયુક્ત માહિતી નિયામક મિતેષભાઈ મોડાસીયાની અધ્યક્ષતામાં સવારે ૧૧ કલાકે બે મિનિટ નું મૌન પાળીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સહાયક માહિતી નિયામકો રાધિકાબેન વ્યાસ, પ્રિયંકાબેન પરમાર અને પારૂલબેન આડેસરા સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250130-WA0048.jpg