Gujarat

ભાવનગરના આનંદનગરમાં મોડીરાત્રે ધડાકા સાથે હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયાનું જર્જરીત મકાન ધરાશાયી, એક યુવાનનું મોત

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં છેલ્લા બસસ્ટેન્ડ પાસે હાઉસીંગ બોર્ડ વસાહતનું ત્રણ માળનું જર્જરીત મકાન આજે મોડીરાત્રે ધડાકા સાથે તૂટી પડયુ હતું. અવાજ એટલો પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં એક યુવાનનું મોત થયુ છે.

આનંદનગર છેલ્લા બસસ્ટેન્ડ ત્રણ માળીયાના હાઉસીંગ બોર્ડના જર્જરીત મકાન પૈકી ત્રણ માળનું એક મકાન મોડીરાત્રે 10.45 કલાકે ધડાકાભેર તૂટી પડયું હતું. ઘટના બાદ ધૂળની ડમરી ઊડતા લોકો ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ ઘટનામાં સવજીભાઈ બારૈયા અને વસંતબેનને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ફાયરબ્રિગેડ, ત્રણ જેસીબીનો કાફલો બહાર કાઢવા જહેમત ઊઠાવી રહ્યો છે.