સુત્રાપાડા તાલુકાની રાખેજ પ્રાથમિક શાળાએ મહત્વપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. સરકારશ્રી દ્વારા આયોજિત ધોરણ 5ની CET (Common Entrance Test) પરીક્ષામાં શાળાના કુલ 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓએ સફળતા મેળવવાની ખુશખબર આપી છે, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ જિલ્લા મેરિટમાં સ્થાન મેળવી શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે.
આ ઉપરાંત શાળા એ વધુ એક સીધી હાંસલ કરી છે જેમાં ધોરણ 8 માં લેવાયેલ NMMS પરીક્ષા માં 17 માંથી 15 વિધાર્થીએ સફળતા મેળવી છે
શાળાના આ સ્નેહમય અને સિદ્ધિભર્યા પળે શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર શિક્ષકવર્ગે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના વાલીઓએ પણ આ સિદ્ધિ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
શાળાની શિક્ષણપ્રતિ બળવાન પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે આ સિદ્ધિ શક્ય બની છે. આ શૈક્ષણિક સફળતા અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની
રિપોર્ટર પરેશ કરી