International

ભારત સહિત ૭૫ દેશોને ૯૦ દિવસ ટેરિફમાં આપી રાહત; ચીન પર ઝીંક્યો ૧૨૫ ટકા ટેરિફ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધા ૨ મોટા ર્નિણય

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર હવે ચમરસીમા પર પહોંચી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ખૂબ મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ચીનના ઉત્પાદનો પર ૧૨૫ ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે છે.

અગાઉ અમેરિકાએ આ દર વધારીને ૧૦૪ ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અમેરિકાથી આવતા ઉત્પાદનો પર ડ્યુટી વધારીને ૮૪ ટકા કરી દીધી. ટ્રમ્પે ‘પારસ્પરિક ટેરિફ‘ પર ૯૦ દિવસની છૂટની જાહેરાત કરીને ભારત સહિત ૭૫ દેશોને મોટી રાહત આપી છે. આ સમયગાળા દરમિયાન આ દેશો પર ફક્ત ૧૦ ટકા ડ્યુટી લાગુ પડશે.

ટ્રમ્પે કહ્યું હતું કે, ‘આ ર્નિણય ચીન દ્વારા વૈશ્વિક બજારો પ્રત્યે બતાવવામાં આવેલા અનાદરના કારણે લેવાયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ્િંેર ર્જીષ્ઠૈટ્ઠઙ્મ પર લખ્યું છે કે, ચીનને એ સમજવું પડશે કે અમેરિકા અને અન્ય દેશોને લૂટવાનો દોર હવે વધુ નહીં ચાલે.‘

ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના ૭૫થી વધુ દેશો માટે ૯૦ દિવસોની ટેરિફમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. તેમના અનુસાર, આ દેશોએ અમેરિકન વાણિજ્ય વિભાગ, ટ્રેજરી અને ેંજી્ઇ સાથે વ્યાપાર અને મુદ્રા હેરફેર જેવા મુદ્દાઓ પર વાતચીત શરૂ કરી છે. આ દેશો સાથે વ્યાપાર પર આગામી ૯૦ દેશો સુધી માત્ર ૧૦ ટકાનો રેસિપ્રોકલ ટેરિફ લગાવાશે.