Gujarat

જમનાવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ

જમનાવડ ગામના તમામ ખેડુત મિત્રો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયા તથા જિલ્લા વહીવટી તંત્રનાં સહયોગથી જમનાવડ ગામે તા.29/05/2025 ને ગુરુવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં ખેડૂતોને લગતી અદ્યતન ટેકનોલોજીની માહિતી આપવામાં આવી. જેમાં કૃષિ યાંત્રિકરણ, સોઈલ હેલ્થ કાર્ડ, ડ્રોનની ઉપયોગીતા, પ્રાકૃતિક ખેતી, ખાતરોની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તથા પ્રદર્શન રાખેલ હતું જમનાવડ તમામ ખેડૂતોને બહોળી સંખ્યામાં લાભ લીધો.