Gujarat

જેસીઆઇ જુનાગઢ દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી

જેસીઆઇ જુનાગઢ દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી

જેસીઆઇ જુનાગઢ દ્વારા દર
વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 14/01/2025 મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી.
મકરસંક્રાંતિની ઉજવણીના ભાગ સ્વરૂપે અલગ અલગ સંસ્થા જેવી કે શિશુમંગલ અનાથ આશ્રમ, અંધ કન્યા છાત્રાલય, ચિલ્ડ્રન હોમ્સ,
બહેરા મૂંગા બાળકો અને ઇગ્લ મંદિર પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પતંગ, દોરા ,માંડવીની ચીકી ,તલની ચીકી ,મમરાના લાડુ, તલના લાડુ, બિસ્કીટ, ચોકલેટ, મસાલા ભુંગળા, ટોસપટ્ટી વગેરે જેવી વસ્તુઓની 221 થી વધુ પેકેટનુ તથા પતંગ દોરા નુ વિતરણ કરતા બાળકોનો આનંદ ઉત્સાહ જોઈ અમોને પણ આ સેવા પ્રવૃત્તિથી ખૂબ જ આનંદ અને સંતોષ થયો .
આ આયોજનમાં જેસીઆઈ જુનાગઢ ના મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, પ્રમુખશ્રી જેસી ડો.મોહિત જોષી , ડાયરેક્ટર શ્રી કિશોરભાઈ ચોટલીયા ના માર્ગદર્શન મુજબ પૂર્વ પ્રમુખ જેસી ચિરાગ કડેચા,મંત્રી જેસી જગદીશ મદનાની ઝોન – ૭ માંથી ઝોન ડાયરેક્ટર જેસી વિરલ કડેચા, જેસી કેતન ચોલેરા, જેસી યતીન કારીયા તથા જૂનાગઢ મત વિસ્તારનાં માન. ધારાસભ્ય સંજયભાઈ, કોરડીયા, શ્રી ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલીયા સાહેબ, બિલ્ડર્સ શ્રી વિવેકભાઈ ગોહેલ, શ્રી મનસુખભાઈ વાજા શિશુ મંગલ ના શ્રી વિજયભાઈ ચોલેરા,ઇગલ એસ્ટેટ વાળા શ્રી પ્રકાશભાઈ ચૌહાણ વગેરે ખાસ ઉપસ્થિત રહી જેસીઆઇની સેવાકીય પ્રવૃત્તિને બિરજાવી અભિનંદન પાઠવેલ. સાથે જેસીઆઈ જુનાગઢ પૂરી ટીમ હાજર રહી સફળ બનાવ્યો હતો.

પ્રમુખશ્રી જેસી ડો. મોહિત જોશી
મંત્રીશ્રી જેસી જગદીશ મદનાણી

IMG-20250115-WA0106-3.jpg IMG-20250115-WA0107-2.jpg IMG-20250115-WA0109-1.jpg IMG-20250115-WA0108-0.jpg