છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સીઆરસી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ રમઝટ – 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.



કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા અને શિક્ષકો બાળકો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર