Gujarat

દામનગર સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ પૌરાણિક કાવડ યાત્રા નો પ્રારંભ

દામનગર સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ પૌરાણિક કાવડ યાત્રા નો પ્રારંભ ——————————– દામનગર શહેર માં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત પ્રથમ કાવડયાત્રા યોજાશે પૌરાણિક કાળથી ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ કાવડયાત્રા હવે દામનગર ના ઈતિહાસ માં પ્રથમવાર યોજવા જઈ રહી છે દામનગર સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત કાવડ યાત્રા ને લઈ સમસ્ત બ્રહ્મકુમારો માં ઉત્સાહ શહેરભર માં બિરાજતા ભગવાન શિવ ના બાર જ્યોતિલીગ સ્વરૂપો માં વૈદિક પરંપરા થી હર હર મહાદેવ ના મંત્રોચ્ચાર સાથે કાવડ યાત્રા ભગવાન શિવજી નો અભિષેક કરાશે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થી શહેરભર માં બાર જ્યોતિલીગ ના પ્રતીક વિવિધ શિવાલયો માં જળાભિષેક કરી શ્રી વૈજનાથ મહાદેવ ના મંદિર ના સાનિધ્ય માં પુર્ણાહુતી થશે તા.૧૯/૦૮/૨૫ ને મંગળવાર સમય સવારે ૮-૩૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માંથી કુંભનાથ મહાદેવ તળાવ ના પવિત્ર જળ સાથે કાવડ યાત્રા પ્રારંભ થશે અને વિવિધ શિવાલયો માં જળાભિષેક બાદ શ્રી વેજનાથ મહાદેવ ના સાનિધ્ય માં કાવડ યાત્રા ની પુર્ણાહુતી થશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250817-WA0110.jpg