Gujarat

સાવરકુંડલામાં આરોગ્ય મંદિરમાં ધીરગુરુદેવની પ્રથમવાર પધરામણીથી હર્ષોલ્લાસ

સાવરકુંડલામાં આરોગ્ય મંદિરમાં ધીરગુરુદેવની પ્રથમવાર પધરામણીથી હર્ષોલ્લાસ

_સેવા કરનારાએ આગળ જોયા કરવાનું છે, પાછળ જોનારા પાછળ રહી જશે : ધીરગુરુદેવ_

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ આરોગ્ય મંદિર, સાવરકુંડલા ખાતે પ્રથમવાર પૂ. શ્રી ધીરગુરુદેવની પધરામણીથી હર્ષોલ્લાસ છવાયો હતો. પ્રમુખ હરેશભાઈ મહેતાએ ઋણ સ્વીકાર કરેલ. ટ્રસ્ટી અમિત માગીયા વગેરે સદભાવના વૃદ્ધાશ્રમ – રાજકોટ ના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, કરૂણા ફાઉન્ડેશનના મીતલ ખેતાણી વગેરેએ સેવા ભાવનાની મહત્તા દર્શાવી હતી.

રોજની ૧૫૦૦ દર્દીઓની O.P.D, વિનામૂલ્યે કેન્સરથી લઈ દરેક પ્રકારના ઓપરેશન, દવાનું વિતરણ, ભોજન ફ્રીમાં અપાય છે. સંચાલક પ્રકાશ કટારીયાએ સવિગત માહિતી સાથે દરેક વિભાગમાં ગુરુદેવના પગલા કરાવી ધન્યતા અનુભવી હતી.

સપ્રસિદ્ધ કથાકાર પૂ. મોરારી બાપુના સત્ય, પ્રેમ, કરૂણાના સંદેશને સાર્થક કરનાર ટ્રસ્ટીઓને ગુરુદેવે બિરદાવ્યા હતા.

ગુરુદેવે સત્સંગમાં જણાવેલ કે – ગુડ હેલ્થ ઈઝ ધ બેસ્ટ વેલ્થ – સારું સ્વાસ્થ્ય એ શ્રેષ્ઠ સંપત્તિ છે. આ સૂત્રને સફળ બનાવવા હોસ્પિટલ નહિ આરોગ્ય મંદિર નામકરણ સાર્થક થઈ રહેલ છે.

ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર, સંઘ પ્રમુખ રાજુભાઈ દોશી, કિરીટભાઇ મગીયા વગેરે નગરજનો ઉપસ્થિત હતા.

આજે તા. ૮ને શનિવારે રીટાબેન કિરીટભાઇ મગીયા પ્રેરિત ઉપાશ્રય સુશોભન તક્તી અનાવરણ વિધિ અને ૯:૩૦ કલાકે “પ્રભુના ચરણ… શરણમાં” વિષયે પ્રવચન અને સંઘજમણ રાખેલ છે.

પૂ. શ્રી ધીરગુરુદેવ પ્રેરિત ડીવાઈન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત દંત યજ્ઞમાં ૭૧ દર્દીઓએ દાંત કઢાવવાનો તથા ૨૮ લોકોને ફ્રીમાં દાંતની બત્રીસી અર્પણ કરાશે.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20250307-WA0024.jpg