બપોરના સમયે ઘર બહાર નીકળો ત્યારે સ્કાર્ફ, રુમાલ, છત્રી, હેટનો ઉપયોગ કરવો
ગરમીના સમયે વિશેષ કાળજીમાં વડીલો,બાળકો, સગર્ભાની ખાસ સંભાળ રાખો
“હીટવેવ” જેવી પરિસ્થિતિમાં પોતાના રક્ષણ માટે ધ્યાન રાખવા જેવી બાબતોમાં તરસ હોય કે નહી નિયમિત અડધા કલાકના અંતરે યાદ રાખીને પાણી પીતા રહો. છાશ,આમલી કે કોકમનું શરબત, લીમ્બુ શરબત,તાજા ફળનો રસ, તરોફાનુ પાણીનો વપરાશ કરો. ઓ.આર.એસ જેવી સારવાર ડોકટરની સલાહ પર જ લો. તાજો ઘરનો ખોરાક પીણા લો, બહારનો મસાલા વાળો, તળેલો ખોરાક, એરેટેડ ઠંડા પીણા, બરફ વાળા પીણા લેવા નહીં.
ભર બપોરના સમયે બહાર નીકળવુ નહીં, કામ કાજ સવારે ઠંડકના સમયે પતાવો, ઘર બહાર નીકળો ત્યારે સ્કાર્ફ,રુમાલ, છત્રી, હેટનો ઉપયોગ કરવો. સુતરાવ અને હલકા રંગના કપડા પહેરો, બહાર જાવ ત્યારે લાંબી બાયના કપડા પહેરવા જોઈએ. ગરમીમાં અશકિત, માથાનો દુખાવો, જીવ ડહોળાવો, ગભરામણ, સ્નાયુના વંટ, ઝાડા, ચક્કર, અંધારા, બેભાન થવુ જેવા લક્ષણ થઈ શકે છે નજીકના આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
વિશેષ કાળજીમાં વડીલો, બાળકો, સગર્ભાની ખાસ સંભાળ રાખો, ડાયાબીટિસ, હાઈ બી.પી., હૃદય રોગ, કીડનીનો રોગ, કેંસર જેવી બિમારીના દર્દીની ખાસ કાળજી લેવી. ગરમીમાં વાહન અકસ્માતનો ખતરો વધે છે તેથી બહાર જવુ જ પડે તો હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો. બાળક કે પાલતુ પ્રાણીને બંધ કારમાં એકલા થોડા સમય માટે પણ છોડી જવું નહીં.
ગરમી વધુ હોય ત્યારે વધુ શ્રમ વાળો વ્યાયામ ન કરો, ગરમી વધુ હોય ત્યારે આઉટડોર વ્યાયામ ન કરો, સોશિયલ મીડીયા પર વિવિધ એપ્લીકેશનો ઉપલબ્ધ છે જે રોજ જોવી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર