Gujarat

ખાંભા બ્રહ્મ સમાજ દ્વારા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભાઈ ભટ્ટ નો સન્માન સમારંભ યોજાયો

ખાંભા બ્રહ્મ સમાજ દ્વારા ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભાઈ ભટ્ટ નો સન્માન સમારંભ યોજાયો

8 જાન્યુઆરી 2025 બુધવાર ના રોજ નાગાજણ દાદા ની જગ્યાએ ખાંભા ખાતે ભારતીય જનતા પાર્ટીના ખાંભા તાલુકાના નવયુક્ત પ્રમુખ આનંદભાઈ ભટ્ટનો સન્માન સમારંભ નું આયોજન થયું હતું. સૌપ્રથમ ખાંભા બ્રહ્મ સમાજના વડીલ હરેશ દાદાએ માં ગાયત્રી ની આરાધના કરી ગાયત્રી ચાલીસા નો પાઠ કરાવી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. અને આર્શિવાદ પાઠવ્યા હતાં.ત્યારબાદ ઔદીચ્ય ચીભડિયા બ્રહ્મ સમાજના ગુજરાત રાજ્યના પ્રમુખ અને સમસ્તબ્રહ્મ સમાજ ખાંભાના પ્રમુખ શ્રી અમરીશભાઈ જોશી દ્વારા આનંદભાઈ ભટ્ટને ને શુભકામના પાઠવવામાં આવેલ ત્યારબાદ ખાંભા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ભગીરથભાઈ ઉપાધ્યાય દ્વારા આનંદભાઈ ને શુભકામના પાઠવવામાં આવેલ જેમાં ખાંભા બ્રહ્મ સમાજના પ્રમુખ અમરીશભાઈ જોશી ઉપપ્રમુખ ભગીરથભાઈ ઉપાધ્યાય, ખજાનચી ઇન્દ્રવદનભાઈ રાવલ, મંત્રી શ્રી કેતનભાઇ વડીયા તથા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા આનંદભાઈ ને ફૂલહાર પહેરાવી ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવેલ ત્યારબાદ નવયુક્ત ભાજપ પ્રમુખ દરેકને સમજનાર વ્યક્તિ એવા આનંદભાઈ ભટ્ટ દ્વારા બધાનો હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખાંભા બ્રહ્મ સમાજના ખજાનચી અને સી.આર.સી ઇન્દ્રવદન રાવલ સાહેબ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ સૌ બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો વડીલો ભોજન લઈ આનંદ ભાઈ ને ફરીથી શુભકામના પાઠવી આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો

IMG-20250109-WA0033.jpg