* નમો શ્રી યોજના હેઠળ ૬.૩૦ લાખથી વધુ મહિલાઓએ કરાવી નોંધણી
* ગુજરાતમાં માતૃ મૃત્યુ દર ૨૦૧૧-૨૦૧૩માં ૧૧૨થી ઘટીને ૨૦૨૦માં ૫૭ થયો, ૫૦%નો ઘટાડો
* રાજ્યએ ૯૯.૯૭% સંસ્થાકીય પ્રસૂતિ દર સાથે રાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન હાંસલ કર્યું
- PMMVY, JSY અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચ
મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાંકીય વર્ષમાં નમો શ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના સકારાત્મક પરિણામ જાેવા મળ્યા છે અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ નિમિત્તે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં નમો શ્રી યોજના હેઠળ ૬ લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે, જેમાંથી લગભગ ૪ લાખ મહિલાઓને ?૨૨૨ કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
નમો શ્રી યોજના ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. આ યોજનાએ લગભગ ૪ લાખ માતાઓની સમયસર આરોગ્ય તપાસ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, સાથે જ તેમના માટે સંતુલિત પોષણ પણ સુનિશ્ચિત કર્યું છે.
આંતરરાષ્ટ્રીય માતૃ દિવસનું મહત્વ અને આ વર્ષની થીમ શું છે?
માતા પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસની ઉજવણી ૧૧ મેએ છે. આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ ૨૦૨૫ની થીમ “સ્ર્ંરીજિ: ્રી મ્ટ્ઠષ્ઠાર્હ્વહી ર્ક ંરી હ્લટ્ઠદ્બૈઙ્મઅ” (માતા: પરિવારનો આધારસ્તંભ) છે, જે દર્શાવે છે કે એક માતા જ પરિવારની કરોડરજ્જુ હોય છે અને તેમના વિના સમાજની કલ્પના પણ નથી કરી શકાતી.
ગુજરાતની નમો શ્રી યોજનાથી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણમાં થયો સુધારો-
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો શ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પહેલા બે જીવંત બાળકો માટે તબક્કાવાર ?૧૨,૦૦૦ સુધીની નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના (ઁસ્સ્ફરૂ) અને જનની સુરક્ષા યોજના (ત્નજીરૂ) હેઠળ પ્રાપ્ત લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે.
પ્રથમ ગર્ભાવસ્થા માટે મહિલાને ચાર તબક્કામાં કુલ ?૧૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે – નોંધણી સમયે ?૫,૦૦૦ (જેમાંથી ?૨,૦૦૦ રાજ્ય સરકાર અને ?૩,૦૦૦ કેન્દ્ર સરકાર દ્વારા), ગર્ભાવસ્થાના છ મહિના પૂર્ણ થવા પર ?૨,૦૦૦ (રાજ્ય સરકાર દ્વારા), સંસ્થાકીય પ્રસૂતિ પછી તરત જ ?૩,૦૦૦ (રાજ્ય સરકાર દ્વારા) અને ૧૪ અઠવાડિયાના રસીકરણ બાદ ?૨,૦૦૦ (કેન્દ્ર સરકાર દ્વારા).
બીજી ગર્ભાવસ્થા માટે સહાય પૂરી પાડવાની પ્રક્રિયા થોડી અલગ છે. તેમાં મહિલાને નોંધણી સમયે ?૨,૦૦૦, ગર્ભાવસ્થાના છ મહિના બાદ ?૩,૦૦૦, સંસ્થાકીય પ્રસૂતિ બાદ ?૬,૦૦૦ આપવામાં આવે છે. જાે નવજાત બાળક છોકરી હોય, તો સહાયની રકમ કેન્દ્ર સરકાર દ્વારા અને જાે નવજાત બાળક છોકરો હોય તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, અને ૧૪ અઠવાડિયાના રસીકરણ બાદ રાજ્ય સરકાર દ્વારા ?૧,૦૦૦ આપવામાં આવે છે. આ સંપૂર્ણ રકમ સીધી લાભાર્થી મહિલાના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
ઁસ્સ્ફરૂ, ત્નજીરૂ અને ખિલખિલાટ જેવી યોજનાઓ માતાઓ માટે બની સુરક્ષા કવચવિ
નમો શ્રી યોજનાની સાથે, રાજ્ય સરકારની જીેંસ્છદ્ગ, ઁસ્જીસ્છ, મમતા, ખિલખિલાટ જેવી યોજનાઓ મહિલાઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ, નિયમિત તપાસ, રસીકરણ અને કાઉન્સેલિંગ પૂરું પાડે છે. કેન્દ્ર અને રાજ્યના આ સંયુક્ત પ્રયાસોના કારણે રાજ્યમાં માતૃ મૃત્યુ દર (સ્સ્ઇ)માં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. વર્ષ ૨૦૧૧-૧૩માં ગુજરાતનો માતૃ મૃત્યુ દર ૧૧૨ હતો અને ૨૦૨૦ સુધીમાં એ ઘટીને ૫૭ થઈ ગયો, જે ૫૦%નો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
આ પરિવર્તન રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને યોજનાઓના અસરકારક અમલીકરણનો પુરાવો છે. એટલું જ નહીં, આજે ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓને દર વર્ષે સમયસર આરોગ્ય તપાસ અને પોષણ સેવાઓ મળી રહી છે. આ ઉપરાંત, રાજ્યએ ૯૯.૯૭% સંસ્થાકીય પ્રસૂતિ દર હાંસલ કર્યો છે, જે રાષ્ટ્રીય સ્તરે એક ઉલ્લેખનીય સિદ્ધિ છે.

