Gujarat

રાજકોટ ૮૦ ફુટ રોડ સોરઠીયાવાડી સર્કલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ ૮૦ ફુટ રોડ સોરઠીયાવાડી સર્કલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૨૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ રામદેવસિંહ તથા વિજયભાઇ ઉકાભાઇ તથા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ૮૦ ફુટ રોડ સોરઠીયાવાડી સર્કલ પાસે આર.પી.એન્ટરપ્રાઇઝ સામે રોડ ઉપર થી ટાટા ACE માલવાહક વાહન માંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ધર્મેન્દ્રસિંહ જાલુભા જાડેજા ઉ.૩૮ રહે.આનંદનગર કોલોની મેઇન રોડ કાળા પથ્થર કવાર્ટર નંબર-૩૬ કોઠારીયા મેઇન રોડ રાજકોટ. ટાટા ACE માલવાહક વાહન નં.GJ-03-BY-5962 કિ.રૂા.૨,૫૦,૦૦૦ ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૬૭૨ કિ.રૂા.૧,૩૩,૧૫૨ મળી કુલ કિ.રૂા.૩,૮૩,૧૫૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250327-WA0095.jpg