Gujarat

રાજકોટ ગંજીવાડાના નાકે જાહેરમાં વરલી ફીચરના આંકડાનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ ગંજીવાડાના નાકે જાહેરમાં વરલી ફીચરના આંકડાનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૬/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ભાવનગર રોડ ગંજીવાડાના નાકે હનુમાનજીના મંદીરની સામે જાહેરમાં વરલી ફીચરના આંકડાનો પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) સબીરભાઇ અલીમોહમદભાઇ ઠેબા ઉ.૩૨ રહે.ભારતનગર શેરીનં.૩ ભાવનગર રોડ રાજકોટ (૨) ફિરોજ અભરામભાઈ પલેજા ઉ.૫૦ રહે.ગંજીવાડા શેરીનં.૩૫ ભાવનગર રોડ રાજકોટ (૩) પિન્ટુ મહેશભાઈ મેવાડા ઉ.૨૯ રહે.સંતકબીર રોડ ત્રિવેણી ગેટ સોસાયટી શેરીનં.૧ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250206-WA0028.jpg