રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી મોબાઈલ ચોરી કરતી ૩ મહિલાઓની પાસા કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર તા.૧૧/૫/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા મોબાઈલ ચોરી કરનાર ૩ મહિલા ઈસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ, જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર દ્રારા મંજૂર કરવામાં આવતા ૩ મહિલા ઈસમોને પકડી પાસા વોરંટની બજવણી કરી આરોપી મહિલાઓને અનુક્રમે વડોદરા મધ્યસ્થ જેલ તથા સુરત મધ્યસ્થ જેલ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અલગ-અલગ મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. (૧) રેખાબેન સાગરભાઈ મકવાણા જાતે.દેવીપુજક ઉ.૫૦ રહે.વોરાકોટકા રોડ બાલાશ્રમ પાસે ગોંડલ જી.રાજકોટ (વડોદરા મધ્યસ્થ જેલ) (૨) કાજલ રજનીભાઈ મકવાણા જાતે.દેવીપુજક ઉ.૩૦ રહે-વોરાકોટકા રોડ બાલાશ્રમ પાસે ગોંડલ જી.રાજકોટ (સુરત મધ્યસ્થ જેલ) (૩) નંદની ભરતભાઈ કિશોરભાઈ ચાવડા જાતે-દેવીપુજક ઉ.૨૦ રહે-વોરાકોટકા રોડ બાલાશ્રમ પાસે ગોંડલ જી.રાજકોટ (અમદાવાદ મધ્યસ્થ જેલ) આ કામના ત્રણેય મહિલા આરોપીઓ બજારોમાં ભીડભાડ વાળી જગ્યાએ ખરીદી કરતી મહિલાઓની નજર ચુકવી તેમના પર્સમાથી મોબાઈલ ચોરી કરી ગુન્હાઓ આચરવાની ટેવ ધરાવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


