જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતા એક યુવાને આજરોજ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લેતાં તેના દેહના ટુકડા થઈ જવાથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
બનાવની વિગતો પ્રમાણે આજે ત્રણ કલાકે શહેરના ભોજાધાર વિસ્તારમાં રહેતા હરેશ દિલીપભાઈ પરમાર ઉર્ફે હરિયા નામના 35 વર્ષના યુવાને ધોરાજી રોડ પર ફાટક બંધ હોઈ જેથી આગળ રેલ્વે લાઈન પર ટ્રેન આવી રહી હોય એ દરમિયાન અચાનક તેમનું ઈલેક્ટ્રીક બાઈક છોડીને ટ્રેન સામે દોડી જઈ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી હતી.જેના દેહના ટુકડા થઈ જવાથી બીહામણા દ્રશ્યો સર્જાયા હતા.આ બનાવ અંગે લોકોએ રેલવે સ્ટેશનના કર્મચારીને તેમજ પોલીસને જાણ કરતાં જેતપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક હરેશના પરિવારમાં ત્રણ દીકરીઓ તેમને અને તેમના બે મોટા ભાઈઓના અવસાન થતા તમામ જવાબદારી આ મૃતક હરેશના શિરે હતી તેમણે આજે આપઘાત કરતા ત્રણ પરિવાર પરિવાર નોંધારો બન્યો હતો. સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં તેમના મિત્ર સર્કલ અને પરિવારજનો દોડી આવ્યા હતા ને ભારે કલ્પાંત સર્જાયો હતો. પોલીસે આપઘાત મામલે તપાસ હાથ ધરી છે