Gujarat

પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ શાળા

આવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરવા બદલ તમામને સંસ્થાના સંતો દ્વારા અભિનંદન સહ આશીર્વાદ પાઠવવામાં આવેલ
અમરેલી જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક દિન સાવરકુંડલા મુકામે વી.જે. પારેખ હોસ્પિટલના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો જેમાં આદરણીય કલેકટર સાહેબ સહિતનાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્તુત થયેલ સાવરકુંડલાની શાળાઓ તથા કોલેજોની અલગ અલગ કૃતિઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ સાવરકુંડલાનાં વિદ્યાર્થિઓનો પ્રથમ નંબર આવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના સંતો તેમજ સમગ્ર ગુરુકુળ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.
શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ દિન પ્રતિ દિન પ્રગતિશીલ રહે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ચરણમાં પ્રાર્થના સહ તમામને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનાં સમસ્ત સંત પરિવાર વતી સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજી, સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, કોઠારી અક્ષરમુક્ત દાસજી સ્વામી દ્વારા તમામને આ ઝળહળતી સફળતા બદલ અભિનંદન સહ રૂડા આશીર્વાદ પાઠવવામાં આવેલ
બિપીન પાંધી સાવરકુંડલા