હાલમાં અમરેલી જિલ્લામાં કેટલાક લોકોના દ્વારા મીડિયા અને રાજકીય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોલીસ વિભાગ અને ખાસ કરીને અમરેલી પોલીસની છાપ દૂષિત કરવાની કોશિશ થાય છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આવા લોકો પોતાના અંગત હિત માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જે ન માત્ર પોલીસ વિભાગની સન્માનિત છબીને નુકસાન પહોંચાડે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોના વિશ્વાસને પણ અસર કરે છે
એસ.પી. સંજય ખરાત સાહેબે અમરેલી જિલ્લાના પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી જિલ્લામાં ઘણા મહત્વપૂર્ણ અને કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાહેબના નિષ્ઠાપૂર્ણ માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરેલ છે. તેમણે પાયા પરથી કાયદો વ્યવસ્થા મજબૂત બનાવી છે અને એવા નિર્ણયો લીધા છે જેથી માત્ર પોલીસની કાર્યક્ષમતા વધે છે તેમ નહિ, પણ જનમાનસમાં પોલીસ પરનો વિશ્વાસ પણ વધારે છે.
મળતી માહિતી પ્રમાણે, અમુક લોકો સ્વહિત માટે પોલીસના કાર્યને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માત્ર તેમની ખોટી માનસિકતાનું પ્રતિબિંબ છે, પણ તે સમગ્ર સમાજ માટે હાનિકારક છે.
તેમ છતાં, એસ.પી. સંજય ખરાત સાહેબની મજબૂત કાયદો વ્યવસ્થાની નિષ્ઠા પૂર્વકની કામગીરી વિરોધીઓના દાવ ને નિષ્ફળ બનાવશે. એસ.પી. સાહેબના સતત પ્રયત્નોથી અમરેલી પોલીસની પ્રતિષ્ઠા આફતોથી બચી રહેશે અને તેઓ વધુ સશક્ત બનીને લોકોની સેવામાં રહેશે.
આવી સ્થિતિમાં, સમાજના દરેક નાગરિકે પોલીસ અને એસપી સાહેબ પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવો જોઈએ અને ખોટી જાણકારીથી દુર રહેવું જોઈએ. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કામ કરતા લોકોની સાથે રહેવુ એ આપણે સૌનું નૈતિક કર્તવ્ય છે.
રીપોર્ટર :વિક્રમ સાખટ અમરેલી