Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ૩૮ મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

તારીખ ૬-૩-૨૫ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ૩૮ માં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું,જેના અધ્યક્ષ પદે ડોક્ટર દિપકભાઈ શેઠની પ્રેરક ઉપસ્થિતિ હતી ,અને મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના ઉપ કુલપતિ ડોક્ટર વિશાલભાઈ ભાદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
  
કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવેલ .મહેમાનોનું સ્વાગત કોલેજના કાર્યકારી આચાર્ય ડી .એલ ચાવડા સાહેબે કરેલ .કોલેજમાં થતી શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓનો અહેવાલ તેમણે આપેલો તથા પ્રિન્સિપાલની કામગીરીને બિરદાવતો અહેવાલ પ્રા. છાયાબેન શાહે આપેલો. ત્યારબાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો, જેમાં સેમેસ્ટર બે અને પાંચમાં પ્રથમ દ્વિતીય તથા તૃતીય આવનાર તથા વિષય પ્રથમ આવનારને શ્રી ઘેલાણી કેળવણી ટ્રસ્ટ તરફથી  પારિતોષિકો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા .સાથે સાથે રમત ગમત, સાહિત્યિક, સાંસ્કૃતિક અને કલાને લગતી પ્રવૃત્તિઓમાં નંબર મેળવનાર  વિદ્યાર્થીનીઓને પણ પારિતોષિકો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
કોલેજની વિદ્યાર્થીની ચુડાસમા આરતીએ વર્ષભર થયેલી કોલેજની પ્રવૃત્તિઓનો વિદ્યાર્થીઓને થયેલો ફાયદો જણાવતાં કહેલું કે કોલેજની તમામ પ્રવૃત્તિઓથી અમારું ઘડતર થયું છે અને અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ડોક્ટર વિશાલભાઈ ભાદાણીએ વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કારકિર્દીનું ઘડતર કરી, પોતાની સ્વ – ઓળખ કઈ રીતે ઉભી કરવી, પોતાના માતા-પિતાને કઈ રીતે મદદરૂપ થવું તે વિશે પ્રેરક પ્રવચન આપ્યું.
ડોક્ટર દીપકભાઈ શેઠે પણ વિદ્યાર્થીનીઓને પોતાનું ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવુ ,તે પોતાનું વ્યક્તિગત દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણીએ પ્રેરક પ્રવચન આપેલ. વાર્ષિકોત્સવના કાર્યક્રમનું સભા સંચાલન કોલેજની વિદ્યાર્થીની નિમાવત કૃપા તથા ઇનામ વિતરણના કાર્યક્રમનું સંચાલન ચુડાસમા આરતીએ કરેલ. સ્વાગત ગીતની રજૂઆત જાદવ સાનિયાએ કરેલ. આભારદર્શન પ્રા.ડો. પ્રતિમાબેન શુક્લએ કરેલ. કોલેજની સજાવટ પ્રા.ડો. પ્રતિમાબેન શુક્લ, ડો. જાગૃતીબેન રાઠોડ, પ્રા.નયનાબેન કાપડિયા તથા પ્રા.ખુશ્બુબેન બગડાના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. વાર્ષિકોત્સવના કાર્યક્રમના સમાપન બાદ પ્રા.ડો. રુકસાનાબેન કુરેશીના માર્ગદર્શન નીચે નાનકડો સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો, તેના પ્રોત્સાહન રૂપે સમગ્ર સ્ટાફ દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.
સાંસ્કૃતિક કાર્યક્રમનું સભા સંચાલન ચૌહાણ આશિયા તથા બોરીચા રાજેશ્રી એ કરેલું. કાર્યક્રમને અંતે સમગ્ર વિદ્યાર્થીઓ તથા મહેમાનોને કોલેજ તરફથી સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર ,ઉપપ્રમુખ  કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ટ્રસ્ટી  જયંતિભાઈ વાટલીયા તથા વિનુભાઈ રાવળ અને પત્રકાર યોગેશભાઈ ઉન્નડકટની પ્રેરક ઉપસ્થિતિ રહી.
કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓએ જહેમત ઉઠાવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા