Gujarat

ડૉક્ટર પિતાએ પુત્રનો જન્મદિવસ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવ્યો

જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. કૌશલ ઝવેરીએ તેમના દસ વર્ષીય પુત્ર જશનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો છે. સતત બીજા વર્ષે તેમણે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ઝૂંપડપટ્ટીના બાળકો સાથે આ ઉજવણી કરી.

કિચન એજ રેસ્ટોરન્ટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોએ પાઉભાજીનો સ્વાદ માણ્યો. રેસ્ટોરન્ટની લૉનમાં વિવિધ રમતો અને રાઈડ્સમાં બાળકોએ ધમાલ-મસ્તી કરી. ગત વર્ષે પણ કૌશલભાઈએ આવી જ રીતે જશનો જન્મદિવસ ઊજવ્યો હતો.

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલકો હિતેશ અને કાજલ પંડ્યા છેલ્લા 27 વર્ષથી શિક્ષણ સેવાનું કાર્ય કરી રહ્યા છે. આ પહેલ દ્વારા ડૉ. કૌશલે સમાજના અન્ય પરિવારોને પણ પ્રેરણા આપી છે કે વંચિત બાળકોને આનંદ આપવાથી સાચા અર્થમાં ‘બાલદેવો ભવ:’નો મંત્ર સાર્થક થાય છે.

આવા કાર્યક્રમોમાં જોડાવા માટે હિતેશ અને કાજલ પંડ્યાનો 7405775787 નંબર પર સંપર્ક કરી શકાય છે.