Gujarat

જેતપુરના મંડલીકપુર નજીક થયેલ હીટ એન્ડ રનના ગુનાનો આરોપી ઝડપાયો

 થોડા દિવસો પુર્વે રાજકોટ-પોરબંદર હાઈવે પર આવેલ મંડલીકપુર પાસે આધેડને હડફેટે લઇ મોતના મુખમાં ધકેલનાર ફોરવ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાતા થયેલ ગુનાનો ભેદ ઉકેલવા જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ તેમજ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા સીસીટીવી  તેમજ વિવિધ ટેક્નીકલ તેમજ હ્યુમન સોસીંસમાંથી મળેલ બાતમીના આધારે અકસ્માત સર્જી નાસી જનાર ખોખડદળના ચીરાગ ત્રાડા (ઉ.૩૦)ને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી હતી.