દેલવાડા ગામે માર્ગનું કામ તંત્રએ અધુરૂં મૂકી દેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે છતાં તંત્ર ઊંઘી રહ્યું છે.
ઊનાના દેલવાડા ગામે મનરેગા યોજના હેઠળ બાલા હનુમાનજી મંદિર થી રામપરા સિમ હદ સુધી અંદાજીત 1155000/ ના ખર્ચે મેટલ રોડ બનાવવા માટેનું કામ શરૂ થયું હતું.
આ કામ ચાલુ થતાં બાલા હનુમાનજી વિસ્તાર સરકારી બાગ વિસ્તાર સરદારજી વાડી વિસ્તાર દેસાઈ વાડી વિસ્તાર તથા સરા વિસ્તાર ના લોકોમાં રાહત પ્રસરી હતી.
પરંતુ સ્થાનિક કક્ષાએ બેદરકારી દાખવી હોય કે પછી વહિવટી તંત્ર ની ઉદાસીનતા હોય આજે આ મેટલ રોડ ને એક વર્ષ થી વધુ સમય થય ગયો હોય તેમ છતાં સંબંધિત વિભાગ ના અધિકારી ઓની બેદરકારી ને કારણે આ રોડ નુ કામ પુર્ણ થયું નથી.આ રોડ અધુરો હોવાથી આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળા ની જે રિક્ષા બાળકો ને લેવા મુકવા આવતી હતી.
એ રિક્ષા પણ રોડ ના કારણે આવતી બંધ થય ગય છે તેમજ જ્યારે રોડ નહતો બન્યો ત્યારે ડિલેવરી કે અન્ય કોઇ ઈમરજન્સી વખતે 108 ની એમ્બ્યુલન્સ આવતી હતી એ પણ આ રોડ અધુરો હોવાથી આવતી નથી તથા આ રોડ પર મોટી સાઇઝ ની મેટલ બાદ રોલર ફેરવવું જોઈએ જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે તેમ છે.
ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ કરો આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ માર્ગ પર હાલ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે.જેથી તંત્ર દ્રારા વહેલીતકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

