વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લૂ લાગવાના બનાવો સાથે અન્ય બનાવો સામે આવી રહ્યા છે. આ બનાવોમાં આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વોમેટિંગ, શરદી-ઉધરસ અને બીમારીથી ગભરામણ થતા બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. આ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
સવારે વોમેટીંગ થયું ને સારવારમાં મોત પ્રથમ બનાવમાં વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર 2માં રહેતા શિવ બહાદુર પારસનાથ યાદવ ( ઉંમર વર્ષ 35) કે જેવો ને સવારે વોમેટીંગ થતાં સારવાર માટે તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં બાપોદ પોલીસે યુવકનું પોસ્ટમોર્ટમ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે..
યુવકને ગભરામણ થઈ ને સારવારમાં મોત બીજા બનાવમાં શહેરના આજવા રોડ પર આવેલ શ્રીજી સદન એપાર્ટમેન્ટ, સંગીતા પાર્કની બાજુમાં રહેતા વિરાટભાઈ શંકરભાઈ શાહ (ઉંમર વર્ષ 55) કે જેઓ છેલ્લા 15 દિવસથી બીમાર હાલતમાં હતા.
તેઓને અચાનક બપોરના સમયે ગભરામણ થતા તેઓને તાત્કાલિક 108 મારફતે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને તબીબે મૃત જાહેર કરતા તેઓનું પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શરદી-ઉધરસથી પીડાતી બાળકીનું સારવારમાં મોત ત્રીજા બનાવમાં શહેરના છાણી વિસ્તારમાં આવેલ સીતારામ કોમ્પ્લેક્સ પાછળ બાલાજી ટાઉનશીપમાં આવેલ મકાન અને મૂળ નવી મુંબઈ સંઘવી ઇકોસીટી મીરા રોડ ખાતે રહેતી ખુશી જબ્બરસિંહ રાજપુરોહિત (ઉંમર વર્ષ 13)ને શરદી-ઉધરસની બીમારી થતા સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
તે દરમિયાન તેઓનું મોત નીપજતા તેઓના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટે અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો છે, આ અંગે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

