શ્રી નિવાસી અંધવિદ્યાલય અને લોકવિદ્યામંદિર-થોરડી, તા- સાવરકુંડલા જી. અમરેલીમાં ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ ” પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.”
“આઝાદી અમર રહો” અને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ના શિર્ષક હેઠળ સંસ્થા પરિસરમાં ‘પંચપર્વ’કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં…૧-રાષ્ટ્રધ્વજ વંદના,
૨-મેદાની કાર્યક્રમ,૩-સાંસ્કૃતિક કાર્યક્રમ, ૪-વિદ્યાર્થી સન્માન


૫-વાલી સંમેલન જેવા કાર્યક્રમો યોજાયા હતા. સંસ્થામાં ચાલતી છાત્રાલયના ગૃહમાતા ભાનુબેન પરમારના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીશ્રી મુ. કાંતિદાદા દ્વારા વિદ્યાર્થીઓને આઝાદી પર્વની વાતો કરવામાં આવી હતી. વ્યાયામ શિક્ષક દિપુભાઇ ભુકણ દ્વારા સમૂહ પી.ટી., લેજીમ, ડંબેલ્સ રિંગદાવ, સિંગલબાર- ડબલ બાર જેવા અદભૂત મેદાની કાર્યક્રમો શાળાના વિદ્યાર્થી ભાઈઓ- બહેનો દ્વારા રજુ થયા હતા. સાથોસાથ ચારણ કન્યા, છોટાબચ્ચા અને લીલીપુટ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો સરાહનીય રહ્યા હતા.


અંતે વાલી સંમેલન રહ્યું જેમાં સૌ શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે શૈક્ષણિક ચર્ચાવિચારણા કરી હતી. સમગ્ર શિક્ષકભાઈઓ – બહેનોની જહેમતથી આઝાદી પર્વની ભવ્ય ઉજવણી થઈ હતી.
બિપીન પાંધી સાવરકુંડલા