Gujarat

જામનગરના ઢોરના ડબ્બામાં પાણી-ઘાસચારો પહોંચાડ્યો

જામનગર મહાનગરપાલિકાના મોઢે લપડાક લગાવતા હોય તેમ મહિલા કોર્પોરેટરે ઢોર ડબ્બામાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી હતી. ઢોરના ડબ્બામાં બે દિવસ પહેલા વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ આકસ્મિક મુલાકાત લીધી હતી.

આ સમયે ચારેક ગાય મૃત હાલતમાં અને ચાર ગાયો બીમાર જોવા મળી હતી. આ ઉપરાંત પીવાના પાણીની કૂંડીમાં પાણી પણ ન હતું, તેમજ ઢોરને પૂરતો ઘાસચારો આપવામાં આવતો નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું હોવાનો આક્ષેપ કોર્પોરેટર દ્વારા કરાયો હતો.

આથી કોર્પોરેટર જેનબબેન ખફીએ ઝહરા ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી આ ઢોરના ડબ્બામાં ઘાસચારો મોકલ્યો હતો અને ઢોરને પાણી પીવાનું મળી રહે તે હેતુથી પાણીની ટાંકીઓની સુવિધા આપી હતી.

આમ જે કામ મનપાએ કરવાનું હોય તે કામ કોર્પોરેટરે કરી પશુ પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. મનપાના અધિકારીઓને શરમ આવવી જોઇએ.