પીએમ મેલોની પર સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાનો અને એક ગુનેગારને મદદ કરવાનો આરોપ
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ના આદેશ પર ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે, જેના કારણે તેમની ન્યાયિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ પોલીસ અધિકારીની આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ૈંઝ્રઝ્રનું કહેવું છે કે એલ્મસરી નજીમ પર જાતીય હિંસા, બળાત્કાર, હત્યા અને ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
૧૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઇટાલી સહિત અન્ય સભ્ય દેશોમાં તેમની વિરુદ્ધ વોરંટ મોકલવામાં આવ્યું હતું. કોર્ટે નાઝિમના યુરોપમાં પ્રવેશના વાસ્તવિક સમય વિશે પણ માહિતી આપી હતી. ૈંઝ્રઝ્ર કહે છે કે તેણે તે સમયે ઇટાલીને યાદ અપાવ્યું હતું કે જાે તેને વોરંટ સાથે સહયોગ કરવામાં કોઈ મુશ્કેલી હોય તો વિલંબ કર્યા વિના તેનો સંપર્ક કરે.
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની એ પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે તેમની સામે ન્યાયિક તપાસ થવી જાેઈએ. તેમણે કહ્યું કે ઇટાલીમાં તપાસનો સામનો કરવો એ કોઈ ગુનાનો પુરાવો નથી. તેમના પર રાજીનામું આપવાની કોઈ ફરજ નથી. મેલોનીએ પોતાની પોસ્ટમાં કહ્યું, ‘મને બ્લેકમેઇલ થવાની નથી અને ન તો હું ડરવાની છું.’ કદાચ એટલા માટે જ મને એવા લોકો પસંદ નથી કરતા જેઓ ઇટાલી બદલાય અને વધુ સારું બને તેવું ઇચ્છતા નથી.
મેલોનીએ વધુમાં કહ્યું, ‘મને વિશ્વાસ છે કે આ ન્યાયિક તપાસ વકીલ લુઇગી લી ગોટી દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમણે ગયા અઠવાડિયે નાજેમની મુક્તિ અને તેમને ત્રિપોલી પાછા મોકલવા માટે સરકારી વિમાનના ઉપયોગ સામે ફરિયાદ નોંધાવી હતી.’
હાલ ના સમયમાં જ્યોર્જિયા મેલોની વિરુદ્ધ સરકારી ભંડોળનો દુરુપયોગ અને ગુનેગારને મદદ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. હકીકતમાં, ગયા અઠવાડિયે એક લિબિયન પોલીસ અધિકારી, નજીમને ઇટાલિયન શહેર તુરિનમાં ધરપકડના થોડા દિવસો પછી મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીને સરકારી વિમાન દ્વારા ઘરે મોકલવામાં આવ્યા. આવી સ્થિતિમાં, ૈંઝ્રઝ્ર એ મેલોની પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. ૈંઝ્રઝ્રનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.