કંગાળ પાકિસ્તાની ની ચિંતામાં વધારો, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ માં મોટા ફેરફારો કર્યા
પાકિસ્તાનની ચિંતામાં વધારો.. ભારતની મોદી સરકારે એક મોટો ર્નિણય કર્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યો છે. પૂર્વ રૉ પ્રમુખ આલોક જાેશીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, ભૂતપૂર્વ સધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્ના, લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવાના બે નિવૃત્ત સભ્યો છે. સાત સભ્યોના બોર્ડમાં બી વેંકટેશ વર્મા નિવૃત્ત વિદેશ સેવા અધિકારી છે.
આ ર્નિણય પહલગામ આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યો છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત ૨૬ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી સુરક્ષા મામલેની કેબિનેટ સમિતિ (ઝ્રઝ્રજી) ની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આલોક જાેશીને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. તેમણે ૨૦૧૨ થી ૨૦૧૪ સુધી ઇછઉ ના વડા અને ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી દ્ગ્ઇર્ં ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જાેશીએ પડોશી દેશો, ખાસ કરીને નેપાળ અને પાકિસ્તાનમાં ગુપ્તચર કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની નિમણૂકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નેતૃત્વ હેઠળ એક વ્યૂહાત્મક પગલા તરીકે જાેવામાં આવી રહી છે, જે દ્ગજીછમ્ ને વધુ અસરકારક બનાવવા માંગે છે.
જાેશીના નેતૃત્વ હેઠળ, બોર્ડ સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી વ્યૂહરચનાઓ અને પ્રાદેશિક ભૂ-રાજકીય પડકારો પર વિશેષ ધ્યાન આપે તેવી અપેક્ષા છે. દ્ગ્ઇર્ં દરમિયાન સાયબર ધમકીઓનો સામનો કરવામાં તેમની ટેકનિકલ કુશળતા, બોર્ડને આધુનિક સુરક્ષા પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.

