પંજાબ નેશનલ બેંક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોક્સીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું છે કે તે કેસની સુનાવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી. પ્રાઆ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, હાલમાં બેલ્જિયમમાં રહેતા મેહુલ ચોકસીએ કોર્ટને જણાવ્યું છે કે તેને બ્લડ કેન્સર છે.
કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (ઈર્ંઉ)માં દાખલ કરવામાં આવેલી ખાસ અરજીમાં મેહુલે દાવો કર્યો છે કે તે ક્રોનિક લિમ્ફોસાયટીક લ્યુકેમિયાથી પીડિત છે. મેહુલ ચોક્સીએ પોતાની અરજીમાં પોતાનો મેડિકલ રિપોર્ટ પણ જાેડ્યો છે. આ સાથે મેહુલે બેલ્જિયમના એન્ટવર્પના એક ડોક્ટરનો અભિપ્રાય પણ શેર કર્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેહુલ અત્યારે કોઈ પણ રીતે મુસાફરી કરવાની સ્થિતિમાં નથી. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે, મેહુલ ચોક્સીએ તેના દેશમાં પાછા ફરવું જાેઈએ કારણ કે ભારતમાં પણ તેની સારવાર કરી શકે તેવા સારા ડોકટરો છે.
જાે કે, થોડા દિવસો આગાઉ કૌભાંડી મેહુલે દાવો કર્યો હતો કે તેનું એન્ટિગુઆમાં અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. એટલુ જ નહીં મેહુલે એવો પણ દાવો કર્યો હતો કે ભારત સરકારના અધિકારીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પંજાબ નેશનલ બેંક સાથે લગભગ ઇં૨ બિલિયન (લગભગ રૂ. ૧૩,૪૦૦ કરોડ)ની છેતરપિંડી કરનાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંનો એક મેહુલ, હવે એન્ટીગુઆનો નાગરિક છે અને હાલમાં કેન્સરની સારવાર માટે બેલ્જિયમમાં રહે છે.