National

ભારતમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો: કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો

ભારતના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી હવે કૂલ કેસનો આંકડો ૨૮૦૦ ને પાર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આઠ રાજ્યોમાં હવે ૧૦૦ થી વધુ સક્રિય ચેપ નોંધાયા છે. આ વધારા છતાં, શુક્રવારે દેશભરમાં ૧,૪૩૫ દર્દીઓ સ્વસ્થ થયા અને તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી.

૩૧ મે સુધીમાં, નીચેના રાજ્યોમાં સૌથી વધુ સક્રિય COVID-19 કેસ નોંધાયા છે:-

કેરળ – ૧,૩૩૬ કેસ
મહારાષ્ટ્ર – ૪૬૭ કેસ
દિલ્હી – ૩૭૫ કેસ
ગુજરાત – ૨૬૫ કેસ
કર્ણાટક – ૨૩૪ કેસ
પશ્ચિમ બંગાળ – ૨૦૫ કેસ
તમિલનાડુ – ૧૮૫ કેસ
ઉત્તર પ્રદેશ – ૧૧૭ કેસ

હાલના વધારા દરમિયાન દિલ્હીમાં પણ કોવિડ સંબંધિત પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે મૃતક ૬૦ વર્ષીય મહિલા હતી.

દેખરેખ હેઠળના પ્રકારો, પરંતુ કોઈ મોટો ખતરો નથી :ICMR

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે આ વધારો મોટાભાગે ઓમિક્રોનના સબવેરિઅન્ટ્સ, જેમ કે LF.7, XFG, JN.1 અને NB.1.8.1, દ્વારા પ્રેરિત છે, જેમાં અત્યાર સુધી ફક્ત હળવા લક્ષણો જ જાેવા મળ્યા છે. “અમે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ. આ ક્ષણે, એકંદરે, આપણે દેખરેખ રાખવી જાેઈએ, સતર્ક રહેવું જાેઈએ પરંતુ ચિંતા કરવાનું કોઈ કારણ નથી,” તેમણે કહ્યું.