Entertainment

દ્રશ્યમ ૩ ફિલ્મનું સત્તાવાર નામ ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ રાખવામાં આવ્યું છે

‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન’ ફિલ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે: અજય દેવગણ

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ દ્રશ્યમ ફ્રેન્ચાઇઝના ત્રીજા અને અંતિમ ભાગમાં વિજય સાલગાંવકરની ભૂમિકા ફરી ભજવી રહ્યા છે. અભિનેતાએ ત્રીજી ફિલ્મનું સત્તાવાર નામ દ્રશ્યમ: ધ કન્ક્લુઝન જાહેર કર્યું છે. આ ફિલ્મ ૨ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે વાર્તાના અંતિમ પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે.

૨૪ ઓગસ્ટના રોજ, અજય દેવગણે દ્રશ્યમ: ધ કન્ક્લુઝનનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું અને ફ્રેન્ચાઇઝના અંતિમ પ્રકરણની સત્તાવાર જાહેરાત કરી. પોસ્ટરમાં લખેલું છે, ‘મેરા સચ, મેરા સહી ર્સિફ મેરી ફેમિલી હૈ.‘ આ વાક્ય વિજય સાલગાંવકરની માનસિકતા દર્શાવે છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

પોસ્ટરમાં અજય દેવગણની છબી છે, જેમાં તેમનો અડધો ચહેરો અને એક આંખ જ દેખાય છે. પોસ્ટર શેર કરતી વખતે, અજય દેવગણે લખ્યું, ‘હર ઇન્સાન કા નજરિયા અલગ હોતા હૈ… મેરે લિયે મેરી ફેમિલી હી સબ કુછ હૈ.‘ ‘દ્રશ્યમ: ધ કન્ક્લુઝન‘ ૨ ઓક્ટોબરથી સિનેમાઘરોમાં.

પોસ્ટમાં, અજય દેવગણે તબ્બુ, શ્રિયા સરન, રજત કપૂર, જયદીપ અહલાવત, પ્રકાશ રાજ અને અભિષેક જેવા કલાકારોને ટેગ કર્યા છે.

દિગ્દર્શક કોણ છે?

દ્રશ્યમ: ધ કન્ક્લુઝનનું નિર્માણ સ્ટાર સ્ટુડિયો ૧૮ અને પેનોરમા સ્ટુડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે. અભિષેક પાઠક ત્રીજી ફિલ્મનું દિગ્દર્શન કરશે. તેમણે આમિલ કીયાન ખાન અને પરવેઝ શેખ સાથે વાર્તા પણ લખી છે. આલોક જૈન, અજિત અંધારે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક ફિલ્મના નિર્માતા છે.

ફિલ્મની વાર્તા શું છે?

આ ફિલ્મ ગોવાના એક નમ્ર પરિવારના માણસ વિજય સાલગાંવકરની વાર્તા કહે છે. તેના ઘરમાં હત્યા થયા પછી, તે તેના પરિવારને કાયદાના ચુંગાલમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે.

ત્રીજા હપ્તામાં અજય દેવગણ વિજય સાલગાંવકર તરીકે પાછો ફરશે. તબ્બુ ફરીથી આઈજી મીરા દેશમુખ તરીકે તેની ભૂમિકા ભજવશે, જ્યારે શ્રિયા સરન નંદિની તરીકે પરત ફરશે. રજત કપૂર પણ ફિલ્મમાં વાપસી કરશે, જ્યારે પ્રકાશ રાજ અને જયદીપ અહલાવત નવી ભૂમિકાઓમાં કલાકારો સાથે જાેડાયા છે.

ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે, અને ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શનમાં છે.
પહેલો અને બીજાે ભાગ ક્યારે રિલીઝ થયો હતો?

હિન્દી દ્રશ્યમ ફ્રેન્ચાઇઝની શરૂઆત ૨૦૧૫ માં મોહનલાલની મલયાલમ થ્રિલર ફિલ્મની રિમેકથી થઈ હતી. આ ફિલ્મે ઝડપથી દર્શકોનું દિલ જીતી લીધું અને વિશ્વભરમાં આશરે રૂ. ૧૧૦ કરોડની કમાણી કરી. ૨૦૨૨ માં રિલીઝ થયેલી દ્રશ્યમ ૨ એ ફ્રેન્ચાઇઝીને એક ડગલું આગળ લઈ ગઈ અને વૈશ્વિક સ્તરે લગભગ રૂ. ૩૪૨ કરોડની કમાણી કરીને વધુ મોટી હિટ સાબિત થઈ.