તળાજા તાલુકાના ત્રાપજ ગામે વૃદ્ધાને માર મારી સોનાના દાગીનાની લૂંટ કરવાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અલંગ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
આ ઘટના 16 ઓગસ્ટની રાત્રે બની હતી. 75 વર્ષીય વૃદ્ધા પોતાના ઘરે એકલા સૂતા હતા ત્યારે આરોપી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે વૃદ્ધાને માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને તેમના કાનમાં પહેરેલા સોનાના સાત વેઢલા લૂંટીને ફરાર થઈ ગયો હતો.
ભરૂચથી પોલીસે નારશંગભાઈ રામશંગભાઈ વાળા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ લૂંટની કબૂલાત કરી હતી.

