લાલપુર શહેર અને તાલુકાના આહીર સમાજ દ્વારા 14 નવેમ્બર, 2026ના રોજ વીર સાવરકર વિદ્યાલયમાં સન્માન સમારોહ અને સમૂહ ભોજન યોજાશે. કાર્યક્રમનો હેતુ સમાજમાં એકતા જાળવવાનો, શિક્ષણનો વ્યાપ વધારવાનો અને પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો છે.
સમાજના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા લોકો અને પદાધિકારીઓનું સન્માન કરાશે. બોર્ડની પરીક્ષા અને ઉચ્ચ અભ્યાસમાં સારા પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. સરકારી અને અર્ધસરકારી સેવાઓમાં નવી નિમણૂક મેળવનારા સમાજના યુવાનો અને યુવતીઓનું પણ સન્માન કરાશે. તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતેલા સમાજના સભ્યોનું સન્માન થશે. જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન પણ રાખવામાં આવ્યું છે.

