વડોદરા ખાતે આવેલા EME સ્કૂલથી ભારતીય સેનાના ટેક્નોલોજીકલ ટ્રાન્સફોર્મેશનને લોકો અને ખાસ કરીને યુવાનો સુધી પહોંચાડવાના હેતુથી વિશેષ બાઈક એક્સપેડિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 ઓક્ટોબર 2026ના રોજ EME સ્કૂલ, વડોદરા ખાતે મેજર જનરલ મોહિત ગાંધી, Commandant EME School દ્વારા ‘EME Towards Technological Transformation’ બાઈક એક્સપેડિશનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
12 ઉત્સાહી રાઇડર્સે ભાગ લીધો આ અભિયાનમાં Corps of EMEના 12 ઉત્સાહી રાઇડર્સ ભાગ લઈ રહ્યા છે. આ ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનો સાથે જોડાઈને ભારતીય સેનામાં થઈ રહેલા ટેક્નોલોજીકલ પરિવર્તન અને આધુનિકીકરણની ઝલક લોકો સુધી પહોંચાડવાનો છે. આ બાઈક એક્સપેડિશન દરમિયાન રાઇડર્સ કુલ 1,250 કિલોમીટરનું અંતર કાપશે. વડોદરાથી શરૂ થયેલી આ યાત્રા અમદાવાદ, ઉદયપુર, જોધપુર અને જયપુર થઈને અંતે નવી દિલ્હી ખાતે પૂર્ણ થશે.
સેનામાં આધુનિક સાધનોના ઉપયોગ અંગે જાગૃતિ અભિયાન દરમિયાન ટીમ વિવિધ શહેરોમાં યુવાનો સાથે જોડાશે અને ભારતીય સેનામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ, આધુનિક સાધનો અને ટેક્નોલોજી આધારિત ક્ષમતાઓ અંગે જાગૃતિ ફેલાવશે.
ખાસ કરીને ભારતીય સેનાની ટેક્નોલોજીકલ ક્ષમતાઓમાં થઈ રહેલા પરિવર્તનને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે આ એક્સપેડિશનને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડોદરાથી શરૂ થયેલી આ યાત્રા હવે દેશની રાજધાની નવી દિલ્હી તરફ આગળ વધશે, જ્યાં 1,250 કિલોમીટરની સફર પૂર્ણ થશે.

