જામનગર મહાનગરપાલિકાએ પાણીનો બગાડ અટકાવવા શહેરમાં ચેકિંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 663 લોકોને નોટિસ આપી અને રૂ. 75,950નો દંડ વસૂલ્યો છે. વારંવાર કહેવા છતાં પાણીનો બગાડ કરનારા 18 લોકોના નળ કનેક્શન કાપી નાખ્યા છે.
મનપાની વોટર વર્કસ શાખા મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીનો બગાડ કરતા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે.
13 ઝોનમાં અપાયેલી નોટિસમાં ગોકુલ નગરમાં 143, સમર્પણમાં 88, ગુલાબનગરમાં 83 અને રવિ પાર્કમાં 73 નોટિસનો સમાવેશ થાય છે. જામનું ડેરુ/પાબારી ઝોનમાં 50 લોકોને નોટિસ અપાઈ છે.
શંકર ટેકરી અને મહાપ્રભુજી બેઠક ઝોનમાં 41-41, રણજીતનગર અને જ્ઞાનગંગા ઝોનમાં 33-33, સોલેરિયમ અને નવાગામ ઝોનમાં 23-23 તેમજ બેડી અને પવનચક્કી ઝોનમાં 16-16 લોકોને નોટિસ અપાઈ છે.

