Gujarat

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, ૨.૪૦ લાખ ઉમેદવારો રહ્યા હાજર

રવિવારે ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રવિવારે (૧૪ જૂન, ૨૦૨૬) અમદાવાદ, રાજકોટ સહિત ૭ મોટા શહેરોમાં રાજ્યની કુલ ૮૭૯ શાળા/કોલેજાેમાં યોજાઈ. જેમાં ન્ઇડ્ઢની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ માટે ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારોમાંથી ૯૧% ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. હવે ઉમેદવારો પોતાની ર્ંસ્ઇ શીટ ૨૯ જૂન સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ (બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/હથિયારી પોલીસ કોન્સ્ટેબલ/જેલ સિપાઈ/એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની) માટે જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે ૧૪ જૂનના રોજ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદ મળી કુલ-૦૭ શહેરો ખાતે યોજવામાં આવી હતી.

આ લેખિત પરીક્ષામાં કુલ- ૮૭૯ પરીક્ષા કેન્દ્રો ખાતે શિક્ષણ વિભાગના આશરે ૧૭,૦૦૦ જેટલા અને પોલીસ વિભાગના આશરે ૯૦૦૦ જેટલા અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે કુલ ૧૯ જેટલા આઇ.પી.એસ. અધિકારીઓ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાનું ઝ્રઝ્ર્ફ રેકોર્ડિંગ દરેક વર્ગખંડમાં કરવામાં આવ્યું છે. તેનું લાઇવ મોનીટરિંગ કરવામાં આવ્યું, તેમજ પરીક્ષા આપનાર દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ ૨,૬૩,૩૪૫ પૈકી આશરે ૨,૪૦,૦૦૦ ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા.

પરીક્ષાના પ્રશ્નપત્રમાં ૨૦૦ માર્કસના સ્ઝ્રઊ ટાઇપના પ્રશ્નોના જવાબો ર્ંસ્ઇ શીટમાં આપવામાં આવ્યા હતા. ઉમેદવારોની ર્ંસ્ઇ શીટની સ્કેનિંગની કામગીરી હાલ ચાલી રહી છે. આગામી ૨૪ કલાકમાં પરીક્ષામાં ભાગ લીધેલા તમામ ઉમેદવારોની સ્કેન કરેલી ર્ંસ્ઇ શીટ ભરતી બોર્ડની વેબસાઇટ gprb.guja®a.gov.in ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. ઉમેદવારો પોતાની ર્ંસ્ઇ શીટ ૨૯ જૂન, ૨૦૨૬ સુધી ડાઉનલોડ કરી શકશે.

લોકરક્ષક કેડર (Lko rakshak Cadre) – કુલ ૧૨,૭૩૩ જગ્યા

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૬૯૪૨

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: ૨૪૫૮

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (જીઇઁહ્લ):૩૦૦૨

• જેલ સિપાહી (પુરુષ): ૩૦૦

• જેલ સિપાહી (મહિલા /મેટ્રન): ૩૧