૧૨ વર્ષ : જન વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણનાગુજરાત સાયન્સ સિટી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી બનેલું વૈશ્વિક જ્ઞાન અને આધુનિક પ્રગતિનું જીવંત પ્રતિક
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત સાયન્સ સિટી’ એક ગૌરવશાળી અને પ્રેરણાદાયી સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના વડાપ્રધાનશ્રીના વિઝનના પરિણામે આજે ગુજરાત સાયન્સ સિટી દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ કેન્દ્ર આજે જ્ઞાન, નવીનતા અને પ્રગતિનું વૈશ્વિક પ્રતિક બન્યું છે.
વર્ષ ૨૦૦૬ થી મે-૨૦૨૬ સુધીમાં અંદાજે ૧.૪૩ કરોડથી વધુ વિજ્ઞાન પ્રેમીઓ તેમજ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત કરીને વિજ્ઞાનને નજીકથી સમજવાનો, અનુભવવાનો અને શીખવાનો પ્રયત્ન કર્યો છે.
અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના તા. ૧૦ ઓગસ્ટ ૧૯૯૯ના રોજ કરવામાં આવી હતી. શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા આધુનિકીકરણ અને વિસ્તરણના ભગીરથ પ્રયાસોથી આ સંસ્થાની વિકાસયાત્રા વધુ વેગવંતી બની હતી. વિજ્ઞાનને માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત ન રખાતા, તેને અનુભવ આધારિત અને રસપ્રદ બનાવવાના અભિગમ સાથે સાયન્સ સિટીને સતત નવી દિશા આપવામાં આવી છે. આજે આ સંસ્થા માત્ર વિજ્ઞાનના પ્રદર્શનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો અને પરિવારો માટે પ્રેરણાનું એક સશક્ત માધ્યમ બની ગઈ છે.
વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત તા. ૦૯ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ‘નોબલ પ્રાઇઝ સિરીઝ‘ના કાર્યક્રમમાં અને ત્યારબાદ બીજી વખત તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ‘વાયબ્રન્ટ ગુજરાત‘ની સક્સેસ સમિટના કાર્યક્રમ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રના વૈશ્વિક સ્તરના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ અને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા, જેને આજે ગુજરાત સરકાર સાકાર કરી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના સતત પ્રયાસોથી આગામી સમયમાં સાયન્સ સિટી ખાતે એવિએશન એન્ડ ડીફેન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, અનલિશિંગ ધ ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના વિજ્ઞાનિક આકર્ષણોનો ઉમેરો થવા જઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓ-વિજ્ઞાન પ્રેમીઓ માટેના મુખ્ય આકર્ષણો:-
એક્વેટિક ગેલેરી:
• એક્વેટિક ગેલેરીએ ભારતના સૌથી મોટા માછલીઘરોમાનું એક છે જેમાં ૬૮ ટેન્ક અને ૧૮૮ પ્રજાતિઓ જાેવા મળે છે.
• આ માછલીઘરમાં ૧૧,૬૦૦ થી વધુ માછલીઓ સાથે શાર્ક પણ જાેવા મળે છે અને અહીં ૨૮ મીટર લાંબી ‘શાર્ક ટનલ‘ પણ આવેલી છે.
• આ ગેલેરીમાં ઇન્ડિયન ઝોન, એશિયન ઝોન અને આફ્રિકન ઝોન સહિત ૧૦ વિવિધ દરિયાઈ વિસ્તારોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, અહીં આફ્રિકન પેન્ગ્વિનનું આકર્ષક પ્રદર્શન તથા આધુનિક ૫ડ્ઢ થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે.
એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી
• આ ગેલેરીનું નિર્માણ ૧૨,૭૯૭ ચોરસ મીટરના વિસ્તારમાં સોલાર સિસ્ટમ આધારિત કરવામાં આવ્યું છે.
• આ ગેલેરીમાં ૧૭૨ બેઠકો ધરાવતું હાઇબ્રિડ પ્લેનેટોરિયમ, સ્પેસ ઓબ્ઝરવેશન માટે ટેલિસ્કોપવાળું ખાસ કેન્દ્ર અને ૧૫૦ થી વધુ અદભૂત પ્રદર્શનો આવેલા છે.
રોબોટિક્સ ગેલેરી
• ૧૧,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી આ ગેલેરીમાં ૭૯ પ્રકારના કુલ ૨૦૨ રોબોટ્સ જાેવા મળશે.
• આ ગેલેરીમાં માનવ જેવા દેખાતા ‘હ્યુમનોઇડ રોબોટ્સ‘, એક અદભુત ફઇ/છઇ ગેલેરી અને એક રોબો કાફે આવેલું છે, જ્યાં રોબોટ શેફ દ્વારા ભોજન બનાવવામાં આવે છે અને રોબોટ વેઇટર્સ દ્વારા ભોજન પીરસવામાં આવે છે.
આઇમેક્સ ૩ડ્ઢ થિયેટર
• આ થિયેટરમાં રોમાંચક ૩ડ્ઢ અનુભવ માણી શકાય છે.
• થિયેટરમાં હબલ ૩ડ્ઢ, સ્પેસ સ્ટેશન, મેગ્નિફિસન્ટ ડિઝોલેશન: વોકિંગ ઓન ધ મૂન અને ટી-રેક્સ: બેક ટુ ધ ક્રિટેશિયસ જેવી ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે.
મલ્ટીમીડિયા લેસર અને ફાઉન્ટેન શો
• આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં ૩૬×૧૬ મીટરની વોટર સ્ક્રીન અને ૧૬×૯ મીટરની બે સ્ક્રીનનો ઉપયોગ કરીને, ૭૦ મીટરના આકર્ષક ૩ડ્ઢ પ્રોજેક્શન દ્વારા એક અદભૂત અનુભવ આપવામાં આવે છે.
પ્લેનેટ અર્થ
• આ ગેલેરી મુલાકાતીઓને કુદરતી આપત્તિઓ જેમ કે ભૂકંપ અને જ્વાળામુખી, માનવ શરીરની રચના, જૈવવિવિધતા અને પૃથ્વી પર જીવનના વિકાસ વિશે રસપ્રદ માહિતી આપે છે.
• આ સાથે જ જમીનની અંદર આવેલી કોલસાની ખાણ અને એક ૪ડ્ઢ થિયેટર પણ અહી જાેવા મળશે.
નેચર પાર્ક
• ૨૦ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં વૉકિંગ અને જાેગિંગ ટ્રેક, મિસ્ટ ફોરેસ્ટ -ધુમ્મસભર્યું જંગલ, બટરફ્લાય ગાર્ડન, ઓપન જીમ, ચેસ અને યોગા ગાર્ડન જેવી સુવિધાઓ આવેલી છે.
• અહીં લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓના ૧૫ શિલ્પો પણ મૂકવામાં આવ્યા છે, જેમાં મેમથ, ટેરર બર્ડ અને સેબર ટૂથ લાયન જેવા જીવોનો સમાવેશ થાય છે.
એનર્જી એજ્યુકેશન પાર્ક
• આ પાર્ક ઊર્જા સંરક્ષણ અને ઘટતા જતા સંસાધનો વિશે મુલાકાતીઓમાં જાગૃતિ ફેલાવે છે.
• અહીંના પ્રદર્શનો પ્રાચીન ભારતીય ફિલસૂફીના પાંચ મૂળભૂત તત્વો તેજ, મરુત, અપ, ક્ષિતિ અને વ્યોમ પર આધારિત છે.
લાઇફ સાયન્સ પાર્ક
• આ પાર્કમાં એક નદી પ્રણાલી, બટરફ્લાય પાર્ક,પક્ષીઘર, ઉડી ન શકે તેવા પક્ષીઓનું કેન્દ્ર અને એક ટિશ્યુ કલ્ચર લેબ આવેલી છે.
હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસ
• હોલ ઓફ સાયન્સ એક વિશાળ ઓપન લેબોરેટરી છે, જ્યાં મુલાકાતીઓ જાતે પ્રયોગો કરીને પ્રકાશ, દ્રષ્ટિ, ગતિવિજ્ઞાન અને ધ્વનિના સિદ્ધાંતોને રસપ્રદ રીતે સમજી શકે છે.
• હોલ ઓફ સ્પેસ: આ વિભાગમાં મુલાકાતીઓ માટે મંગળની રોમાંચક સફરનો અનુભવ કરાવતી “મિશન ટુ માર્સ”ની ખાસ સિમ્યુલેટેડ રાઇડ આવેલી છે.
સાયન્સ સિટીની વિકાસયાત્રાના નવા સીમાચિહ્નો:
સાયન્સ સિટીની વૈશ્વિક લોકપ્રિયતા અને વૈજ્ઞાનિક સમૃદ્ધિમાં વધારો કરવા પ્રથમ તબક્કામાં બે નવી ભવ્ય ગેલેરીઓ નિર્માણધીન છે જે વિજ્ઞાન જગતમાં ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન હશે.
એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી:
આ ગેલેરી દ્વારા મુલાકાતીઓને દેશની આધુનિક રક્ષા તકનીકો, સેનાના શસ્ત્રો, ઉડ્ડયન વિજ્ઞાન (છદૃૈટ્ઠંર્ૈહ) અને આકાશમાં માનવીની હરણફાળનો રોમાંચક અનુભવ મળશે.
હ્યુમન એન્ડ બાયોલોજિકલ સાયન્સ ગેલેરી:
આ ગેલેરી માનવ શરીરની જટિલ આંતરિક રચના, બાયોલોજીકલ વિજ્ઞાનના વિવિધ પાસાઓ અને ભવિષ્યની તબીબી અને વૈજ્ઞાનિક સંભાવનાઓ વિશે અત્યંત ઇન્ટરેક્ટિવ ડિજિટલ માધ્યમો દ્વારા જ્ઞાન આપશે.
મુલાકાતીઓ માટે અન્ય આકર્ષણ
વિજ્ઞાન ભવન એ એક સંપૂર્ણ એર-કંડિશન્ડ ઁઈમ્ બિલ્ડિંગ છે, જે એલઈડી સ્ક્રીન, વિશાળ સ્ટેજ અને આશરે ૫૦૦૦ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા ધરાવે છે. સાયન્સ ડ્રામા અને મેજિક શો માટે ઉપયોગમાં લેવાતું આ ૧૨૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતું એક ઓપન-એર થિયેટર આવેલું છે. નોબેલ ડોમ એ આ ૫૦૦ બેઠકોની ક્ષમતા ધરાવતું એક એર-કંડિશન્ડ બિલ્ડિંગ છે, જે ખાસ કરીને પ્રવાસી એક્ઝિબિશન અને વૈજ્ઞાનિક વર્કશોપ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
આ બાળકો માટે ખાસ તૈયાર કરાયેલા ચિલ્ડ્રન એક્ટિવિટી સેન્ટર એ પ્રાયોગિક પ્રવૃત્તિઓ, ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો અને રાસાયણિક પ્રક્રિયાઓ શીખવા માટેની એક અનોખી જગ્યા છે. ૩૦ બેઠકો ધરાવતી એક એવી સિમ્યુલેટર થ્રિલ રાઈડર છે, જે મુલાકાતીઓને રોલર કોસ્ટરની સવારી, ડાયનો સફારી અને એરોબેટિક એરક્રાફ્ટ (વિમાન) ઉડાડવાનો રોમાંચક અનુભવ કરાવે છે.
મહાનુભવો-મુલાકાતીઓના પ્રતિભાવો:
શ્રી આશિષ સોની, વૈજ્ઞાનિક/એન્જિનિયર, જીછઝ્ર ૈંજીઇર્ં
મારા માટે વિજ્ઞાન અને અવકાશ હંમેશાં ઉત્સુકતાનો વિષય રહ્યા છે અહીં જે રીતે ‘એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી‘ વિકસાવવામાં આવી છે, તે દરેક વ્યક્તિ અને ખાસ કરીને વિદ્યાર્થીઓના જ્ઞાનની જિજ્ઞાસાને સંતોષે છે. પ્રાચીન અવકાશ વિજ્ઞાનથી લઈને આજના આધુનિક વિશ્વ અને ભવિષ્યની સફર સુધીની તમામ માહિતી આ ગેલેરીમાં આવરી લેવામાં આવી છે. આ ગેલેરીની મુલાકાત લઈને મને ખૂબ આનંદ થયો છે અને અમદાવાદમાં આપણી પોતાની સાયન્સ સિટીમાં આટલી ભવ્ય સુવિધા ઉપલબ્ધ છે તેનો મને ગર્વ છે. ભવિષ્ય માટે મારી અનેક હાર્દિક શુભેચ્છાઓ! મને એ લખતા ખૂબ આનંદ થાય છે કે, તમે ખરેખર દરેકના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છો.
શ્રી દીપેશ કેડિયા, ૈંછજી (ભારતીય વહીવટી સેવા)
સ્પેસ ગેલેરીની આ મારી પ્રથમ મુલાકાત હતી અને તેનો અનુભવ મારી કલ્પનાથી પણ પર હતો. હું ભલામણ કરું છું કે રાજ્યના દરેક વિદ્યાર્થીને પ્લેનેટેરિયમનો અનુભવ કરાવવો જાેઈએ, કારણ કે તે સમગ્ર બ્રહ્માંડના ઇતિહાસને અત્યંત સંક્ષિપ્ત અને અસરકારક રીતે રજૂ કરે છે. અહીંના શિક્ષકોએ પણ વિવિધ જટિલ વિષયો ખૂબ જ સરળતાથી સમજાવ્યા. આ ગેલેરીના વિકાસકર્તાઓને અભિનંદન.

